પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને કચડી નાખતા મોત નિપજ્યું છે. ઉગત ભેંસાણ રોડ પર પિતા પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે પિતા પુત્રની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 14 વર્ષિય દર્શન ભરવાડ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના પિતાને પણ ગંભીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ડમ્પર ચાલક ડમ્પર રસ્તામાં જ મૂકીને ફરાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, કાલે સવારથી નવા ભાવ લાગૂ


મૂળ ભાવનગરના વતની સુરતના દાંડી રોડ ખાતે  આવેલ ગોપાલ ફાર્મ માં રહેતાં ઈશ્વર ભાઈ ભગત પશુપાલક કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અને ચાર સંતાન સાથે રહે છે.4 સંતાન પૈકી મોટો પૂત્ર દર્શન સાથે ઈશ્વર ભાઈ ભેંસાણ થી મોરાભગલ ખાતે બાઈક પર પસાર થઈ રહ્યો હતા. ઉગત ભેંસાણ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે અડફેટે લેતા 14 વર્ષીય કચડી નાખ્યો હતો. પુત્રનું પિતાના આંખની સામે જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર ચાલી રહી છે. પુત્રનું જ પિતાની આંખની સામે મોત નિપજતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. 


હવે કરો જલસા! ગુજરાતીઓના 'હાઈ ફાઈ' જીવન ધોરણ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 1032 કરોડ


ઘટના બનવાની સાથે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડમ્પર ચાલક રસ્તામાં જ ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પાલ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.બીજી બાજુ ઘટનાને લઈ પરિવાર સહિત સમજના ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારે ડમ્પર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. 


40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...