ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં ફરી હિજાબ વિવાદ વકર્યો છે. આજે સુરતમાં હિજાબને લઈ ફરી વિરોધ જોવા મળી રહ્યો છે. કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આજે પરીક્ષા હોવાથી બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ત્યારે હિજાબ વિવાદમાં હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. કેટલીક યુવતીઓ હિજાબમાં પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. આ ઘટનામાં છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને પોલીસ પહોંચી હતી અને 12 જેટલા હિન્દુ સગઠનના કાર્યકરોની અટકાયત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકનો હિજાબ વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં શરૂ થયા છે. આજે સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. 


જયરાજસિંહ પરમારનો ભાજપમાં વિધિવત પ્રવેશ, C.R. પાટીલે ખેસ પહેરાવ્યો


આ ઘટનામાં વિવાદ વધુ વકરે નહીં તેના કારણે પોલીસ તાબડતોડ રીતે ઘટના સ્થળે પહોંચી હતી, અને હિન્દુ સંગઠનોના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતની પીપી સવાની સ્કૂલમાં ફાટી નીકળેલો હિજાબ વિવાદમાં હિન્દુ સંગઠનોએ માંગણી કરી હતી કે આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે. ત્યારબાદ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરાયો હતો. દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube