જયરાજસિંહનો ભાજપમાં વિધિવત પ્રવેશ, પાટિલે કહ્યું; મેં અધ્યક્ષ બન્યા બાદ નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહીં, પણ મને જયરાજ મળ્યાં...

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવા મામલે મહેસાણાથી કોંગ્રેસના સભ્યો સહિત મોટી સંખ્યામાં ટેકેદારો કમલમ જવા રવાના થયા છે. જયરાજસિંહ સાથે મહેસાણા કોંગ્રેસના સભ્યો સહિત ટેકેદારો આજે ભાજપમાં જોડાયા છે.

જયરાજસિંહનો ભાજપમાં વિધિવત પ્રવેશ, પાટિલે કહ્યું; મેં અધ્યક્ષ બન્યા બાદ નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહીં, પણ મને જયરાજ મળ્યાં...

ઝી ન્યૂઝ/અમદાવાદ: ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. ગાંધીનગર કમલમ ઓફિસમાં  ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમાર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે પહોંચીને સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા સહિત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે.

ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ. અમારી પાર્ટીમાં પરિવારવાદ નથી ચાલતો.

કમલમ ખાતે જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે,આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. તેમણે ઉમેર્યું કે આપણે મતપેટીને વધેરવાની નહી, વધારવાની છે. તેમણે જણાવ્યું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું.જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. અબ તો તુફાન હી કરેગા ફેસલા, દિયા વહી જલેગા જીસમે દમ હોગા.

જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આ મંચ રાષ્ટ્રવાદી છે...હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો.. જે ખૂટે છે તે પૂરવા માટે આવ્યો છું...રાજનીતિ એ સેવાનો વિષય હોવાની વાત કરતા જયરાજસિંહે શાયરાના અંદાજમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.

ગ્રીષ્માાનો અંતિમ વીડિયો વાયરલ; ખુશખુશાલ દેખાતી ગ્રીષ્માને શું ખબર હતી કે બહાર...
 

સી.આર.પાટીલે જયરાજસિંહને આવકાર્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, આજે જયરાજસિંહ ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તાને એવું લાગે કે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.  મેં અધ્યક્ષ બન્યા બાદ નક્કી કર્યું હતું કે કોંગ્રેસ માંથી કોઈને લાવવા નહીં, જયરાજસિંહ અમને મળવા આવ્યા ત્યારે પક્ષમાં બધા સાથે વાત કરીને નિર્ણય લીધો. જયરાજસિંહ અમે નથી લાવ્યા એ આવ્યા છે. આટલા આગેવાનો સાથે આવેલી વ્યક્તિને જવાબદારી વગર ન રખાય.. એમણે કહ્યું જ છે કે ચૂંટણી નથી લડવી. પક્ષમાં અનેક જગ્યાઓ અને જવાબદારી છે. એ નક્કી કરવાનું પાર્ટીએ છે એટલે પાર્ટી નક્કી કરીને જવાબદારી આપશે.

No description available.

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવા મામલે મહેસાણાથી કોંગ્રેસના સભ્યો સહિત મોટી સંખ્યામાં ટેકેદારો કમલમ જવા રવાના થયા છે. જયરાજસિંહ સાથે મહેસાણા કોંગ્રેસના સભ્યો સહિત ટેકેદારો આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં કાર્યકરોની અવગણના થતી હોવાથી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી છે. ભાજપ વિકાસ અને શિસ્તને વળેલ પાર્ટી હોવાથી ભાજપમાં જોડાવવાની વાત કરી છે, જ્યારે કોંગ્રેસ દિશાહીન અને નેતૃત્વ વગરની પાર્ટી છે. 

મહત્ત્વનું છે કે, ભાજપમાં ઢોલ ઠબૂકી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યાં છે. હાલમાં કમલમની બહાર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. 1500 જેટલા સમર્થકો કમલમ બહાર ભેગા થયાં છે.

જયરાજસિંહે વતનમાં કુળદેવીના દર્શન કર્યા
જયરાજસિંહ પરમાર પોતાના વતનમાં કુળદેવીશ્રી હરસિદ્ધભવાની, અજાય માતાજી અને ઈષ્ટદેવ માંડવરાય દાદાના દર્શન કર્યા હતા, તેમજ ઘરે વડીલોના દર્શન કરીને ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહે કહ્યું હતું કે, 'માતાજીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું. 

No description available.

મહત્ત્વનું છે કે, ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહ અને તેમના પુત્રએ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જયરાજસિંહ પરમારને ભાજપમાં જોડાયા બાદ બોર્ડ નિગમમાં સ્થાન મળી શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે આજે કેસરિયા થવા જઈ રહ્યાં છે. ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાશે. આ પહેલા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સીઆર પાટીલે ચાંદીનો સિક્કો આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ BJP અધ્યક્ષ સીઆર પાટીલ સાથે કરેલી મુલાકતના ફોટો પણ જાહેર કર્યા. ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

જયરાજસિંહે આપ્યું કોંગ્રેસ છોડવાનુ કારણ 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસ પહેલા આપમાં ગાબડુ પડ્યુ હતું
આપ અને કોંગ્રેસમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. તાજેતરમાં કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. આમ, સુરત આપમાં મોટુ ભંગાણ સર્જાયુ હતું. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news