ઝી ન્યૂઝ/સુરત: ઉત્તરાયણ આમ તો 14 જાન્યુઆરીએ ઉજવાય છે. પણ આ વર્ષે આવેલા ઉત્તરાયણમાં લોકોએ એક દિવસ નહિ પણ ત્રણ દિવસ મજા માણી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ બાદ કપાયેલા પતંગ અને ધારદાર દોરા ગમે ત્યાં લટકેલા જોવા મળે છે. ઝાડ પર ઇલેક્ટ્રિક વાયર પર, રસ્તામાં રઝળતા પડેલા નકામા પતંગ અને દોરાના કારણે અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે સુરતમાં એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ અનોખી ઓફર લઈને ચર્ચામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાયણ બાદ સુરતના જીવદયા પ્રેમીએ લોકોને એવી ઓફર આપી છે જેમાં 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે. 


કોરોના સંક્રમણ વધતાં આજે પોષી પૂનમે ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરોના દ્વાર રહેશે બંધ


જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ જણાવ્યું હતું કે આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. જેના કારણે પશુપંખીઓ સહિત ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે. અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. આ ઓફર અમે 20 જાન્યુઆરી સુધી રાખી છે અને રવિવારથી જ લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.



ગુજરાતી સિંગર વિજય સુવાળા આજે ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં? બપોરે મળી જશે જવાબ


સુરતના જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલાવે છે. તેમની આ ઓફર થકી પક્ષીઓને પણ ઝાડ પર કે વાયર પર લટકતા દોરાથી અને લોકોને અકસ્માતથી દૂર રાખી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube