ગુજરાતના અનેક સુપ્રસિદ્ધ મંદિરોના દ્વાર આજે પોષી પૂનમે બંધ; માત્ર પૂજા-અર્ચના થશે, ઓનલાઈન દર્શન કરી શકાશે

કોરોનાના લીધે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આજે રાજ્યભરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોષી પૂનમે સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવાનો ખાસ મહત્વ હોય છે.

ગુજરાતના અનેક સુપ્રસિદ્ધ મંદિરોના દ્વાર આજે પોષી પૂનમે બંધ; માત્ર પૂજા-અર્ચના થશે, ઓનલાઈન દર્શન કરી શકાશે

ઝી ન્યૂઝ/રાજકોટ: કોરોનાના કેસમાં વધારો થતા દરેક ક્ષેત્ર પર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે મંદિરો પણ કોરોનાના કહેરમાંથી બાકાત રહ્યા નથી. કોરોનાના લીધે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આજે રાજ્યભરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોષી પૂનમે સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવાનો ખાસ મહત્વ હોય છે. પરંતુ આ વખત કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. જેથી અહીં ભક્તો મંદિરમાં દર્શન નહીં કરી શકે. 

તો યાત્રાધામ વડતાલમાં પોષી પૂનમે ઉજવાતા દિવ્ય શાકોત્સવને રદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોષી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. ત્યારે કોરોનાના વધતા કહેરના લીધે આ વખતે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..જેથી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે.

ગુજરાતી સિંગર વિજય સુવાળા આજે ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં? બપોરે મળી જશે જવાબ

બહુચરાજી મંદિર 22 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. તો અંબાજી મંદિરમાં 22 જાન્યુઆરી સુધી બંધ ભક્તોને પ્રવેશ નહીં મળે. જ્યારે ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ રહેશે..તો દ્વારકાનું જગત મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. જગત મંદિરની સાથે બેટદ્વારકાના મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાાં આવ્યો છે. જેથી ભક્તો મંદિરમાં પ્રત્યેક્ષ દર્શન નહીં કરી શકે. જો કે ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. એટલું જ નહીં ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. 

આ સિવાય દેવભૂમિ દ્વારકામાં કોરોનાના કેસ વધતા જગતમંદિર અને બેટ દ્વારકા 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. દ્વારકા જગતમંદિરના શિખર પર દરરોજ પાંચ વખત કરાતું ધ્વજાઆરોહણ રાબેતા મુજબ ચાલુ રહેશે. ધ્વજાઆરોહણ કરનાર વીશ વ્યકિત જગતમંદિર અંદર પ્રવેશ કરી શકશે. પરંતુ તે વીશ લોકોએ કોરોના વેક્સિનેશનના બન્ને ડોઝ લીધા અનિવાર્ય છે. 

કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. દરરોજના પરંતુ જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.

મંદિર કઈ તારીખથી કઈ તારીખ સુધી બંધ રહેશે

દ્વારકા - 17-23 જાન્યુઆરી
બેટ દ્વારકા - 17-23 જાન્યુઆરી
બહુચરાજી - 17-22 જાન્યુઆરી
ડાકોર - 17 જાન્યુઆરી
શામળાજી - 17 જાન્યુઆરી
પાવાગઢ, સારંગપુર અને ચોટીલા મંદિર ચાલુ જ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news