તેજશ મોદી/સુરત: કોરોનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એક્ટિવ મોડમાં આવ્યું છે. કોવિડ હોસ્પિટલની સાફ-સફાઈ કરી 300 બેડ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બે ડોક્ટર અને તેમની સાથે નસ, વોર્ડ બોય સહિત 20 લોકોના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં વધતા જતા કોરોનાના કેસને લઈને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થયું છે. સુરતના તમામ હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સુરત શહેરની સિવિલ હોસ્પિટલ દ્વારા પણ કોરોનાને લઈને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી મળેલી સૂચના અનુસાર સુરતની કોવિડ હોસ્પિટલમાં હાલ 300 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે કોવિડ હોસ્પિટલમાં 1000 બેડની ક્ષમતા છે. તો સિવિલ હોસ્પિટલમાં 400 કરતાં વધારે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. 


બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં જે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેને પણ ટ્રાયલ માટે શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીનો હોસ્પિટલમાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી દર્દીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતો હતો. પરંતુ હવે શંકાસ્પદ દર્દીના 80% RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને 20 ટકા રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. 


રેપીડ ટેસ્ટ દરમિયાન જો કોઈ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનો RTPCR ટેસ્ટ કરાશે અને સેમ્પલને જીનોમ સીકવન્સીંગ માટે અમદાવાદ મોકલવામાં આવશે. હાલ હોસ્પિટલમાં 2 ડોકટર નર્સ વૉર્ડબોય સહિત 20 લોકોનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.