ચેતન પટેલ/સુરત: જો તમારી બાળકી રિક્ષા મારફતે સ્કૂલે જતી હોય તો ચેતી જજો કારણ કે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કદાચ તમે પણ ચોકી ઉઠસો. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના નાનપુરા વિસ્તારની છે જ્યાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ખુદ તેના જ સ્કૂલ રીક્ષા ચાલક દ્વારા શરૂઆતમાં અડપલાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દુષ્કર્મમાં આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક સ્થાનિક મહિલા દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી તેની ધરપકડ
જો કે જે તે સમયે વીડિયોમાં આરોપીનો ચેહરો સ્પષ્ટપણે આવ્યો ન હતો ત્યારબાદ ફરીથી સ્થાનિક મહિલાઓ સર્તકતા રાખી જ્યારે આ રીક્ષા ચાલક બાળકીને દુષ્કર્મ માટે લઈ ગયો ત્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તેના માતા પિતા સુધી આ મહિલાઓ પહોંચી હતી. આ ઘટનામાં માતાપિતાની ફરિયાદના આધારે અઠવા પોલીસે નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. 


મહિલાએ વિડીયો ઉતારવાનું ટાળ્યું હતું
સુરત સેના નાનપુરા વિસ્તારના એપાટમેન્ટમાં રહેતી એક મહિલાને દસ દિવસ અગાઉ એક જ ચોકાવનારી ઘટના જોવા મળી હતી. રીક્ષામાંથી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે 40 વર્ષીય નરાધમ દ્વારા અડપલા કરવામાં આવી રહ્યા હતા જે જોઈ મહિલા ચોકી ગઈ હતી નરાધન નીકળતું અને ખુલ્લી પાડવા મહિલાએ વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી સાથે અધમ કૃત્ય આચરનાનો ચેહરો ક્લિયર દેખાતો ન હોવાથી મહિલાએ વિડીયો ઉતારવાનું ટાળ્યું હતું. 


નરાધમની કરતુતનો ચોરી છુપીથી વિડીયો ઉતારી લીધો
પરંતુ મહિલાએ એપાર્ટમેન્ટમાં રહેતી બે થી ત્રણ મહિલાને સમગ્ર બાબતથી વાકેફ કરી હતી અને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. બે દિવસ બાદ ફરીથી રીક્ષા ચાલક દ્વારા આ બાળકીને નરાધમ દ્વારા ફરી પોતાની વિકૃતિ સંતોષી રહ્યો હતો જેથી મહિલાઓએ ચાલાકી પૂર્વક નરાધમની કરતુતનો ચોરી છુપીથી વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ વીડિયોના આધારે બાળકીના માતા પિતા સુધી મહિલાઓ પહોંચી હતી જ્યાં બાળકીના માતા-પિતાને રીક્ષા ચાલકની કરતૂત નો વિડીયો બતાવ્યો હતો જે વિડિયો જોતાની સાથે જ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી.


રિક્ષાચાલક અવર નવર બાળકીને ધમકી આપતો
વિડીયોના આધારે માતા-પિતા અથવા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં નરાધમ અખ્તર મનિયાર નામના રીક્ષા ચાલક વિરોધ ગુનો નોંધાવ્યો હતો જે ફરિયાદના આધારે અથવા પોલીસ એ નરાધમ રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી બાળકીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે રિક્ષાચાલક અવર નવર બાળકીને ધમકી આપતો હતો. કે જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને સળગાવી દેશે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલામાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.