આ PI મહિલાકર્મીની કર્મનિષ્ઠતાને સલામ! ગ્લુકોઝના બાટલા ચડાવી બજાવી રહ્યા છે ફરજ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા PI મીનાબા ઝાલા એવા જ એક પોલીસ અધિકારી છે. તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હોવાછતાં રજા લીધી નથી.
પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યમાં તોડબાજી માટે બદનામ પોલીસ ખાતામાં હજુ પણ કેટલાક નિષ્ઠાવાન અધિકારીઓ છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા PI મીનાબા ઝાલા એવા જ એક પોલીસ અધિકારી છે. તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હોવાછતાં રજા લીધી નથી.
શું ગુજરાતને અસર થશે? આ વાવઝોડું 3 દેશો પર ત્રાટક્યું, 290 કિ.મીની ઝડપે ફૂંકાયો પવન
બીમારી વચ્ચે નૈતિક જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યા છે. તેઓ કામ કરવાની સાથે સાથે સારવાર પણ કરાવી રહ્યા છે. મેડિકલ ટીમ પોલીસ સ્ટેશને આવીને તેમનું ચેકઅપ કરી ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે.
હું અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં છું, દેશના સૌથી મોટા નેતાના ભાઈઓ માની ગયા આ વાત
પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
ભાદરવી પુનમને લઈ અંબાજીમાં દર્શનના સમયમાં વધારો; માઈભક્તો ખાસ વાંચી લેજો આ સમાચાર