ઝી બ્યુરો/નર્મદા: પોઇચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે ડૂબી જવાની ઘટનાથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા સુરત સ્થિત પરિવારમાંથી કુલ 6 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના એક હતભાગીની શોધખોળ છેલ્લા ચાર દિવસથી સતત હજુ પણ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો


આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તથા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે. તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(NDRF)ની બે ટૂકડીની મદદ લેવામાં આવી રહી છે. તેઓ સતત શઓધખોળ એક વ્યક્તિની લાશ શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. 


કળિયુગી શ્રવણ! જીવતે જીવ પિતાને પરમાત્માની જેમ પૂજી રહ્યાં છે દીકરાઓ, રસપ્રદ છે...


બે NDRFની ટીમ પાંચ બોટમાં 50થી વધુ સભ્યો, વડોદરા ફાયર ફાયટરની બે બોટ સાથે 10 સભ્યો, કરજણ અને ભરૂચ ફાયર વિભાગની એક-એક ટીમ તેમજ રાજપીપલા નગર પાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક 4 બોટ અને 150 જેટલા મહેસુલી, પોલીસ, આરોગ્ય કર્મીઓ આ બચાવ કામગીરીમાં જોતરાયા છે. સમગ્ર કામગીરીનું સંકલન નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી સ્થળ પર રહીને કરી રહ્યા છે. 


કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ


નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં રેસ્ક્યુ ટીમો દ્વારા જ્યાં ઘટના બની હતી ત્યાંથી માલસર સુધી શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હાલમાં ટીમો દ્વારા બોટ મારફત અને પગપાળા ચાલીને પણ શોધખોળ અને તપાસ કરવામાં આવી રહી છે. 


પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ચોરે અપનાવ્યો નવો કીમિયો! ગુજરાતમાં સામે આવ્યો િસ્સો


બચાવ કાર્યને વેગવાન બનાવ્યું છે. નદીના પાણીમાં ગરકાવ થયેલા પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. અત્યારસુધીમાં 7 હતભાગીઓ પૈકી 6 ન્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. હજી એક વ્યક્તિની શોધખોળ રેસ્ક્યુ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. પાણી નદીમાં છોડવાનું બંધ કરવાથી શોધખોળ કરવામાં સરળતા રહે.