ચેતન પટેલ/સુરત :સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઈસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી (Janmastami) ના પર્વ નિમિત્તે થતી ભવ્ય ઉજવણી થતી હોય છે. પરંતુ આ વખતે નિરસભર્યા માહોલ વચ્ચે ઉજવણી થઈ રહી છે. હજારો-લાખો ભક્તોના ઘસારાથી ઉભરાતા ઇસ્કોન મંદિરમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કોરોનાની મહામારીના કારણે સૂમસામભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટીગણ દ્વારા લેવામા આવેલ નિર્ણયને પગલે આજે જન્માષ્ટમી ના પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.જ્યાં સવારના ચાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવામાં આવી હતી, જેનો લાભ ભક્તોએ ઓનલાઈન રહીને  લીધો હતો.


જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળના કારાગૃહમાં જાણે હિન્દુ સંસ્કૃતિમાં ભારે માહાત્મ્ય ધરાવતા તહેવારોનો ઉમળકો કેદ થઈ ગયો છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી પસાર થતા તહેવારો જાણે નિરાસભર્યા માહોલમાં જઇ રહ્યા છે. જ્યાં દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતા જન્માષ્ટમીનો પર્વ પણ આજ રોજ સાદગી અને નિરાસભર્યા માહોલ વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે. જહાંગીરપુરા મુકામે આવેલ ઇસ્કોન મંદિરમાં આ વખતે જન્માષ્ટમી ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે. ભકતોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 


શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે 


ભગવાન શ્રી કૃષ્ણની આરતી સહિતના કાર્યક્રમોનો ભક્તો લાભ લઇ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા મંદિર ટ્રસ્ટીગણ દ્વારા ઉભી કરવામાં આવી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવામાં આવી હતી. જેનો ભક્તોએ ઓનલાઈન દર્શન રહીને લાભ લીધો હતો.જ્યારે સાંજના સંધ્યા આરતી સને રાત્રે બાર વાગ્યાની આસપાસ ભગવાન નું અભિષેક પણ કરવામાં આવશે. મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધને લઈ કેટલાક ભક્તો પરિસરના મુખ્ય દ્વાર બહારથી દર્શન કરી સંતોષ માણી રહ્યા છે.જ્યારે મંદિર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર