તેજશ મોદી/સુરત :કોરોના (corona virus) સામેની લડાઈમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે યોગદાન આપી રહી છે. કોઈ ભૂખ્યાને જમાડીને આપે છે, તો કોઈ દાન કરીને, તો અનેક લોકો લોકડાઉનમાં ઘરે રહીને પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરાતી કામગીરીમાં પણ લોકો પોતાનો ફાળો આપી રહ્યાં છે. ત્યારે કોરોનાની આ લડાઈમાં જેલના કેદીઓ જોડાયા છે. 


અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પહેલી વખત આવી ઘટના બની છે. સુરત (Surat) ની જેલના કેદીઓ દ્વારા કોરોનાની લડત માટે ફાળો આપવામાં આવ્યો છે. સુરતની જેલના કેદીઓ દ્વારા કોરોના રાહત ફંડમાં ફાળો આપ્યો છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામના કેદીઓ દ્વારા મદદ કરાઈ છે. કેદીઓ દ્વારા 1 લાખ 11 હજાર ફાળો સરકારને આપવામાં આવ્યો છે. 210 જેટલા પાકા કામના કેદીઓએ CM ફંડમાં દાન આપ્યું છે. જેલ સુપ્રરિટેન્ડેન્ટ દ્વારા ચેક સુરત કલેક્ટરને આપશે.


સુરત : છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત, 220 કેસ સાથે અમદાવાદ બાદ બીજું શહેર બન્યું 


ઉલ્લેખનીય છે કે, જેલમાં કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે. જેલના કેદીઓને વિવિધ પ્રકારના કામ કરવા પડે છે. પાકા કેદીઓને કામના બદલે વળતર મળે છે. તેથી કેદીઓએ આ વળતર કોરોનાની લડતમાં આપવાનો નિર્ણય કર્યો છે. 


આજે સુરતમાં વધુ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં આ કેસનો આંકડો વધ્યો છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસ 220 થયા છે. આ ઉપરાંત આજે સુરતમાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર