Gujarat Elections 2022: ગુજરાતમાં BJPના ઉમેદવાર વિનુ મોરડિયાનો `રજવાડી ઠાઠ`, ફોર્મ ભરવા ઘોડા પર બેસીને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું...
Gujarat Elections 2022: રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેમણે પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા.
Gujarat Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે દરેક પક્ષના ઉમેદવારો પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આજે વિજય મૂહર્તમાં અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કેટલાંક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ઉમેદવારો કંઈક નવીનતા કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે અથવા તો સૌ કોઈનું ધ્યાન ખેંચાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ રજવાડી ઠાઠમાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.
ઘોડેસવારીના શોખીન છે વિનુ મોરડિયા
રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેમણે પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. વિનુ મોરડિયા ઉમેદવારીપત્ર ભરવા માટે ઘોડા પર મંદિરે પહોંચ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે વિનુ મોરડિયા ગત વખતે ચૂંટણીમાં પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube