ઝી ન્યૂઝ/સુરત: આઈપીએલની નવી સીઝનની શરૂઆત હવે ટૂંક સમયમાં થનાર છે, ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગની ટીમ પ્રેક્ટિસ માટે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં ચેન્નાઈ સુપર કિંગની ટીમ 15 દિવસ સુધી તમામ સ્ટાર પ્લેયર્સ સુરતના મહેમાન બનશે. જેમાં એમ એસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડેરેન બ્રાવો, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે સહિતના સ્ટાર પ્લેયર્સ પ્રેક્ટિસ માટે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2જી માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ સેશન શરૂ થશે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગની સમગ્ર ટીમ સંપૂર્ણ પણે બાયોબબલમાં રહેશે. જેના માટે સુરતમાં લા મેરેડિયન હોટેલ બુક કરાઈ છે. લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના પદાધિકારીઓએ આ વિશે વિગતવાર માહિતી આપી છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પર પહેલી જ વખત ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રેક્ટિસ કરતી જોવા મળશે. આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સે(CSK) પોતાનો કેમ્પ સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ રાખ્યો છે. 2જી માર્ચ થી પ્રેક્ટિસ સેશન શરૂ થશે, ત્યારે ટીમ સુરત ખાતે આવી પહોંચશે અને ચાર દિવસ નિયમ પ્રમાણે ક્વોરેન્ટાઇન રહેશે. ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો કરીને પ્રેકટીસ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે શરૂ કરશે. 



ચેન્નાઈ સુપર કિંગની ટીમ પ્રેક્ટિસ મેચમાં બાયો બબલ સાથે સામેલ હશે. એટલે સંભાવના પૂરેપરી છે કે ભારતના પૂર્વ કેપ્ટ્ન અને ચેન્નાઇ સુપર કિંગ્સના હાલના કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોની સહીત વિદેશી ખેલાડીઓ પણ સુરતના મેદાનમાં રમતા જોવા મળશે.


મહત્ત્વનું છે કે સુરતની લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પીચ લાલ માટીમાંથી તૈયાર કરવામાં આવી છે. અને અમદાવાદ મોટેરા સ્ટેડિયમ અને મુંબઈના મેદનામાં પણ લાલ માટીની જ પીચ હોય છે. જેથી ચેન્નાઇ સુપર કિંગના મેનેજમેન્ટ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. 8 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે.


નોંધનીય છે કે સુરત માટે હવે આગામી સમયમાં ઇન્ટરનેશનલ અને આઇપીએલ જેવી મેચ રમાય તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube