ચેતન પટેલ, સુરત: ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન (District Bar Association) ના દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir Injection) ના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરીને વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતા નેવે મૂકીને રેમડેસીવીર ઈજેક્શનની કાળાબજારી કરી
સુરત (Surat) માં કોરોના (Coronavirus) ની મહામારી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આ મહામારીમાં પણ માનવતા નેવે મૂકીને કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઈજેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરતા ઝડપાઈ ચુક્યાં છે. એટલું જ નહી દર્દીઓના જીવના જોખમમાં મૂકીને રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચતા પણ ઝડપાઈ ચુક્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.

ભાજપના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, ફેસબુક દ્વારા કરી જાહેરાત


સુરતના વકીલો આરોપીઓનો કેસ નહી લડે
સુરત (Surat) ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના વકીલ મંડળની એક ઓનલાઈન મીટીંગ મળી હતી, જેમાં ઇન્જેક્શનના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરી વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં લોકો જયારે પોતાના જીવ બચાવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને દર્દીઓ સાથે રહેવાનો અમે નિર્ણય લીધો છે. આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube