સુરતના વેપારીને મળ્યો 50 લાખ તિરંગાનો ઓર્ડર, 500 જેટલા કારીગરો 10 દિવસમાં પૂરો કરશે ઓર્ડર
Surat News : 15 ઓગસ્ટ આવવા માટે માત્ર 17 દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતના વેપારીને એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો, માત્ર 12 દિવસમાં 35 લાખ મીટર કાપડ માંથી 50 લાખ તિરંગા બની દેશ ભરમા લહેરાશે
Independece Day પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના વેપારીને એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો ઓર્ડર છે. માત્ર 12 દિવસમાં 400 જેટલા કારીગરો 35 લાખ મીટર કાપડમાંથી 50 લાખ તિરંગા બનાવી રહ્યા છે. દેશનો સૌથી મોટો ઓર્ડર માનવામાં આવી રહ્યો છે. 10 ઓગસ્ટ પેહલા આ તિરંગા દેશના અલગ અલગ મોકલવા રાત દિવસ તૈયારી શરૂ કરી દેવાઈ છે. મહત્વની વાત એ પણ છે કે, કારીગરો હાથમાં તિરંગા લઈ ભારત માતાની જયના નારા સાથે તિરંગા બનાવવાની શરૂઆત કરતા હોય છે. જેથી સ્વતંત્ર દિવસ પહેલા જ કારીગરો સ્વતંત્ર દિવસની ઉજવણી કરતા હોય તે રીતના અનુભવી રહ્યાં છે.
15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા મુહિમ ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.
તથ્ય પટેલની કરતૂતનું વધુ એક પ્રકરણ ખૂલ્યું : શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો
દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ગત 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદીકા અમૃત મહોત્સવ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી નો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગા થી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલા જ ઉત્સાહમાં રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે ઘરે તિરંગાઓ લહેરાવશે તેઓ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે. અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.
એજન્ટની માયાજાળામાં ફસાયા બે પાટીદાર દંપતી, અમેરિકાના સપના બતાવી કોલંબોમાં રખડાવ્યા
સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશા માં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેની માટે વેપારીએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
15 ઓગસ્ટ આવવા માટે માત્ર 17 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
તિરંગાનો ઓર્ડર મેળવનાર વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ બુધવારે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આ વર્ષે ફરી મોટી માત્રામાં તિરંગાઓ બનાવવાના છે. એક કરોડ જેટલા તિરંગા બનાવવાની ઓફર કરી હતી અને કેટલા તિરંગાનું પ્રોડક્શન કરવા કહ્યું હતું. પરંતુ જે રીતનો ઓર્ડર હા તો અને તેની સામે જે ટાઈમ લાઈન હતી. તે ચેક કરતા અમને લાગ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં 50 લાખથી વધુ તિરંગા બનાવી નહીં શકાશે. જેથી 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર અમે લીધો છે. અને તેની માટેની પ્રોડક્શન પણ અમારા કંપનીમાં શરૂ થઈ ગઈ છે.
અમેરિકામાં ગુજરાતીઓ માટે ખુલ્લી ઓફર : H-1B Visa અંગે મોટા અપડેટ આવ્યા
કાપડ વેપારી સંજય સરાઉગીએ વધુમાં જણાવ્યું હતું કે 50 લાખ તિરંગાઓ બનાવવા માટે 35 લાખ મીટર કપડાનો ઉપયોગ થશે. એક તિરંગાની કિંમત 25 રૂપિયા હિસાબે આપવામાં આવી છે. જે રીતે 50 લાખ તિરંગાઓ 12 કરોડ 50 લાખમાં તૈયાર કરવામાં આવશે અને આ તમામ તિરંગા 10 ઓગસ્ટ સુધીમાં દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડી દેવામાં આવશે. ગત વર્ષ કરતાં પણ વધુ ઉત્સાહ લોકોમાં આ વર્ષે પણ જોવા મળશે. તિરંગા બનાવનાર કારીગરોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. તિરંગાનો ઓર્ડર મળ્યો ત્યારે તેનું કામકાજ શરૂ કરી દીધું છે. તિરંગા બનાવવાની શરૂઆત કર્યાની સાથે જ કારીગરો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રના જય ઘોષ સાથે કરે છે. અમારા કંપનીમાં તિરંગા બનાવવાનું કામ મળ્યા બાદ શરૂ થતાની સાથે જ જાણે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ જેવો જ માહોલ અમારી મીલમાં સતત જોવા મળી રહ્યો છે. તે રીતે ગત વર્ષ કરતાં સમગ્ર દેશમાં આ વર્ષે મને લાગે છે લોકોનો ઉત્સાહ બમણો થઈ જશે.
અંબાલાલ પટેલ V/s હવામાન વિભાગ : ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભારે રહેશે તેવી આગાહી
વધુમાં કાપડ વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે, મશીન ઉપર જે તિરંગાઓ પ્રોસેસ થઈ રહ્યા છે તે જાપાની મશીનો છે. સૌથી અધ્યતન ટેકનોલોજી અને ઝડપ સાથેના સમગ્ર સુરતના એકમાત્ર આ મશીન છે. જેમાં આ તિરંગાઓ હાલ બનાવવામાં આવી રહ્યા છે. આ મશીન ઉપર સમગ્ર તિરંગાને પ્રિન્ટ કરવામાં આવી રહ્યો છે. પહેલા ગ્રે કાચું ફેબ્રિક લેવામાં આવે છે.ફેબ્રિક પર સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ મશીન પર પ્રિન્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. જુદી જુદી 30 થી 35 જેટલી પ્રોસેસ પૂર્ણ થયા બાદ ફાઇનલી તિરંગો આપણા હાથમાં આવે છે.
મેડિકલ ઇતિહાસમાં પ્રથમ ઘટના : યુવાનના શરીરમાંથી નીકળી 1628 પથરી, અડધી બોટલ ભરાઈ ગઈ
આ સંજય સરાઉગીએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે એક સાથે 50 લાખ તિરંગા નો ઓર્ડર મળ્યો છે અને તે પણ 10 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરીને આપવાનો છે ત્યારે આ તિરંગા બનાવવા પાછળ રાત દિવસ કારીગરો મહેનત કરી રહ્યા છે. એક સાથે જુદા જુદા ત્રણથી ચાર મશીનો પર તિરંગા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તિરંગા બનાવ પાછળની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો કાચું ફેબ્રિકિયાનથી લઈને ફાઇનલ તિરંગા બનાવવા સુધીની પ્રોસેસમાં 450 થી 500 કારીગરોની મહેનત બાદ 50 લાખ તિરંગાઓ તૈયાર થશે.
ગુડ ટચ બેડ ટચની સમજ પડતા જ સગીરાને થયું કે, પાડોશી અને મામાના દીકરાએ જે કર્યુ હતુ તે