સુરત : એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ લોકો રૂપિયાના માટે ગુનાખોરી કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં પત્નીના મહેણાં ટોણાને લઈ એક યુવક સ્ટેશન પર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો. જ્યારે આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોના કાળને કારણે લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે, અને આર્થિક તંગીને કારણે લોકો અવળા રસ્તે જઇ રહ્યા છે, ત્યારે સુરતના એક કર્મકાંડી બ્રાહ્મણની પણ આવી જ હાલત થતાં તે ચોરીના રસ્તે વળ્યો. પરંતુ પહેલા જ પ્રયાસે તેને પોલીસે ઝડપી જેલના હવાલે કરી દીધો છે. સુરત શહેરમાં કોરોનાને કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. લોકો રૂપિયાના મોહતાજ થયા છે, ત્યારે વ્યક્તિ પાસે રૂપિયા ન હોવાથી તેઓ ગુનાખોરી તરફ આગળ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા


જો કે આરોપીની વાતો સાંભળી સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. શહેરના દિલ્હી ગેટ ચાર રસ્તા ખાતે આવેલ એક ખાનગી બેંકના એટીએમમાં એક વ્યક્તિ એટીએમ તોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ એટીએમની મુંબઇ ઓફિસમાં મોનિટરીંગ થતું હોવાથી તાત્કાલિક સુરત ઓફિસને જાણ કરાઇ અને સુરત ઓફિસ દ્વારા મહિધરપુરા પોલીસને સંપર્ક કરતા આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 


AHMEDABAD પણ સુરતનાં રસ્તે? એક જ દિવસમાં હત્યાની બે ઘટનાથી ચકચાર


સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતો પાર્થ રાવલ કર્મકાંડી બ્રાહ્મણ છે અને કર્મકાંડ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ કોરોના કાળમાં તેની પાસે કામ ઓછું થઇ ગયું હતું. અને પરિવારના સભ્યોનું ભરણપોષણ કરવા માટે રૂપિયાની જરૂર હોવાને કારણે તેની આર્થિક સ્થિતિ તંગી બની હતી. ઉપરાંત ઘરમાં પત્ની પણ કાયમી ઘરમાં રૂપિયા લાવવા માટે મેણાટોણા મારતી હતી. ઘરમાં પાર્થ ઉપર રૂપિયા કમાવા પત્ની દબાણ કરતી હતી. અને તે બાબતે ઘરમાં ઝઘડો થતાં પત્ની પિયર રહેવા ચાલી ગઇ હતી. પત્ની જતી રહેતા પાર્થ રૂપિયા કમાવવા માટે ગુનાખોરી તરફ આગળ વધ્યો અને શહેરના દિલ્હી ગેટ ખાતે આવેલ ખાનગી બેંકના એટીએમને તોડવા પહોંચ્યો હતો. 


રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દુર્દશા, હોસ્પિટલોમાંથી નથી બેડ કે નથી રેમડેસિવર ઈન્જેક્શન


જો કે ત્યાં પહોંચતાની સાથે મોનિટરીંગ ટીમની ચોકસાઇથી તે ઝડપાઇ ગયો હતો. મહિધરપુરા પોલીસ દ્વારા પુછપરછમાં તેણે પત્નીના મેણાટોણાંની વાત જણાવી હતી. ગમે તેટલી તકલીફ પડે પરંતુ તો વ્યક્તિ આજ પ્રમાણેની ફિતરત રાખશે તો નાણાંની જરૂરિયાત વાળા વ્યક્તિઓ ગુનાખોરીનો જ રસ્તો અપનાવશે. પરંતુ ખરેખર ગુનાખોરી કરતા પરસેવાની કમાણી કરશો તો જ પરિવારને ખુશી આપી શકશો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube