કિરણસિંહ ગોહિલ/સુરત: સમગ્ર જિલ્લામાં મેઘરાજા છેલ્લા 48 કલાકથી મનમુકી વરસી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં નદી,નાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે માંડવી તાલુકાના મુજલાવ ગામની સીમમાંથી પસાર થતી વાવ્યા ખાડીમાં વરસાદી પાણીની આવક વધતા મુજલાવ ગામનો લોલેવલ બ્રિજ પાણીમાં ગરક થઇ ગયો હતો. જોકે પાણી જોખમી રીતે વહેતા વાહન વ્યવહાર બંધ થયો ગયો હતો. વાહનચાલકો અને રાહદારી જીવના જોખમે ખાડી પસાર કરતા ગઈકાલે ટ્રિપલ સવારી બાઈક પર પસાર થતા લોકો પાણીમાં તણાઈ ગયા હતા જોકે સદનસીબે બે પુરુષ અને 1 મહિલાનો બચાવ થયો હતો જયારે બાઈક પાણીમાં ગરક થઇ ગઈ હતી. છતાં સ્થાનિક તંત્રની ઊંઘ ઉડી ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવી તાલુકાના મુજલાવ ગામની સીમમાંથી પસાર થતી વાવ્યા ખાડીના ,વાવ્યા ખાડી પર બનાવેલ લોલેવલ બ્રિજ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ઉશ્કેર-મુજલાવ-બારડોલી માર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જોકે અજાણ્યા લોકો જીવના જોખમે રાહદારીઓ અને વાહન ચાલકો જોખમી લોલેવલ બ્રિજ પસાર થાય છે. ગઈકાલે ડાંગથી રાજપીપળા જઈ રહેલું દંપતી સહીત અન્ય એક યુવાન ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. જોકે સદનસીબે મહિલા સહીત બંને પુરુષોનો બચાવ થવા પામ્યો હતો. જોકે બાઈક પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં રોક્ડ રકમ સહીત કિંમતી વસ્તુ પાણીમાં તણાઈ ગઈ હતી.


અમદાવાદ : સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો


ઉશ્કેર મુજલાવ બારડોલીને જોડતો આ માર્ગ છે. આ માર્ગ શોર્ટકટ હોવાથી હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે પરંતુ 1 ઇંચ વરસાદ માંડવી તાલુકામાં થાય એટલે આ માર્ગ બંધ થઇ જાય છે. હાલમાં પણ ભારે વરસાદના કારણે આ માર્ગ ત્રણ દિવસથી બંધ થઇ ગયો છે. ત્યારે અભ્યાસ અર્થે જતા બાળકો રસ્તો બંધ થઇ જતા શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વાવ્યા ખાડી પર બનાવેલ લોલેવલ બ્રિજને ઊંચો બનાવે એવી માંગ કરી રહ્યા છે. 


 જુઓ LIVE TV :