તમારી દીકરીને એકલી ન મૂકો! સુરતનો આ કિસ્સો થથરાવી દેશે, યુવકે બાળકી સામે વિકૃતિની હદ વટાવી
Girl Child Molestation : સુરતમાં 34 વર્ષના કુંવારો યુવક અશ્લીલ ક્લીપ જોવાના રવાડે ચઢ્યો, બાળકી પાસેથી ગુટખા મંગાવવાના બહારને તેને અશ્લીલ ક્લીપ બતાવીને છેડતી કરી
Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાં અવારનવાર નાની બાળકીઓ સાથે છેડતી કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવી છે જ્યાં બાળકીને ગુટકા લઈ આવવાનું કહી એક યુવાન દ્વારા તેનો હાથ પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અશ્લીલ ક્લિપ બતાવવામાં આવી હતી. આ સમગ્ર બનાવને લઈને બાળકીની માતાએ ડીંડોલી પોલીસમાં તકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે નરાધમ યુવાની ધરપકડ કરી હતી
યુવાનો બની રહ્યાં છે વિકૃત
મોબાઈલ ફોનમાં અશ્લીલ કલીપ જોઈને વિકૃત થઈ રહેલા યુવકો નાની બાળકીઓને પણ છોડતા નથી. ડિંડોલીમાં નજીકની સોસાયટીમાં રહેતી પાંચ વર્ષીય બાળકી પાસેથી ગુટકા મંગાવી તે આપવા આવી, ત્યારે મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવી છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયા
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 9 વર્ષીય બાળકી ટ્યુશન ક્લાસથી ઘરે આવી રહી હતી. પોતાની સોસાયટી પહેલાં જ આવતી સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય જગદીશ નથુ પાતુરકરે તેને બૂમ પાડી બોલાવી હતી અને નજીકના દુકાનમાંથી ગુટકા લાવી આપવાની વિનંતી કરી હતી. નજીકની સોસાયટીમાં રહેતા હોઇ પરિચિત હોઇ આ બાળકીએ ગુટકો લાવી આપ્યો હતો. તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી લીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો ક્લીપ બતાવી હતી.
ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ કહી દેશે તેવી શંકા જતાં બાળકીને ઘરે નહિ કહેવા ધમકાવી પણ હતી. બાળકીએ જોકે ઘરે જઈ માતાને તમામ વાત કરતાં પરિવાર ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૩૪ વર્ષે પણ કુંવારો આ શખ્સ મોબાઈલ ફોનમાં પોર્ન જોવાનો આદિ હોવાનું બહાર આવ્યું હતું.
ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી