પોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયા

Porbandar Heavy Rain : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ વરસ્યો, તો દ્વારકાના કલ્યાણપુરમાં રાત્રે 12 વાગ્યા બાદ 7 ઈંચ વરસાદથી ખાબક્યો છે. ત્યારે પોરબંદરમાં ભારે વરસાદથી આભ ફાટ્યું છે. ગઈકાલ સાંજ બાદથી પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન પ્રભાવિત બન્યું છે. પોરબંદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી છે. 

1/7
image

ખાપટ તથા જનકપુરી સહિત વિસ્તારોમાં પાણી ભરાયાં છે. શહેરના રાણીબાગ ચાર રસ્તા સહિત રસ્તાઓ પર પાણીનો જમાવડો છે. પોરબંદરના એમજી રોડ પર ગોઠણડૂબ પાણી ગરકાવ થયું છે. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા છે. એમજી રોડ,વાડીયા રોડ, હોસ્પિટલ રોડ તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો ગોઠણડૂબ પાણીથી વાહનચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે. (Images : અજય શીલુ, પોરબંદર)

2/7
image

પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એક સાથે વધુ વરસાદ વરસતા લોકો અટવાયા છે. પોરબંદર જિલ્લામાં સવારે ૬ થી ૮ સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ૬ થી ૮ દરમિયાન પોરબંદરમાં વધુ ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાણાવાવમાં ૪ મીમી જ્યારે કુતિયાણામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૬ કલાકમાં પોરબંદરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે.  (Images : અજય શીલુ, પોરબંદર)

3/7
image

પોરબંદર જિલ્લામાં સવારના 6 થી રાત્રીના 12 વાગ્યા સુધી પડેલ વરસાદ  પોરબંદરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો  રાણાવાવમાં 3 ઇંચ વરસાદ નોંધાયો  કુતિયાણામાં 5 ઇંચ વરસાદ નોંધાયો કુતિયાણામાં રાત્રીના 10 થી 12 વાગ્યા દરમિયાન જ બે ઇંચ વરસાદ પડ્યો  (Images : અજય શીલુ, પોરબંદર)

4/7
image

પોરબંદરના મીરાનગર વિસ્તારની ગલીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વિસ્તારની તમાંમ ગલીઓ રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. વરસાદી પાણી તથા ભૂગર્ભ ગટરના કારણે પાણી ભરાયાં છે. વિસ્તારમાં ઘુટણ સમા પાણીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ વચ્ચે જીઆઇડીસી ભૂગર્ભ ગટરનું વરસાદી પાણી અહીં નિકળતું હોવાની સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે.  (Images : અજય શીલુ, પોરબંદર)

પોરબંદરમાં રેસ્ક્યૂ કરાયું

5/7
image

પોરબંદરના ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. મકાનની છત પર રહેલ 6 શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મકાનમાં પાણી ભરાઈ જતાં શ્રમિકો છત પર પહોંચ્યા હતા. જેના બાદ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.  (Images : અજય શીલુ, પોરબંદર)

6/7
image

7/7
image