ચેતન પટેલ/સુરત :ઓનલાઈન ગેમ રમનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા યુવકને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. સુરતના અડજણમાં ઓનલાઈન ગેમે યુવકનો ભોગ લીધો છે. ઓનલાઈન ગેમમાં 30 લાખ રૂપિયાનું દેવું થતા યુવકે આપઘાત કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે, આ યુવક 14 દિવસ પહેલાં જ પિતા બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતને દેશના ક્રાઈમ કેપિટલનું બિરુદ મળી ગયું છે. આ શહેરમાં એક દિવસ એવો નથી જતો કે ક્યાંક મર્ડર, સ્યૂસાઈડ કે મારામારીના બનાવ ન બને. ત્યારે સુરતમાં આતમહત્યાનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવક ઓનલાઈન ગેમના ચક્કરમાં 30 લાખના દેવામાં ડૂબી ગયો હતો, અને તેની પાસે મોત સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. ત્યારે સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાગર કિશોરરાવ ત્રિકાંડીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાગર હજીરાની એલએન્ડટી કંપનીમાં ફીટર તરીકે નોકરી કરતો હતો. તેણે બુધવારે રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે તેના આ પગલાથી તેનો પરિવાર આઘાત પામ્યો છે. 


આ પણ વાંચો : આજથી હોળાષ્ટક શરૂ, આ દિવસોમાં કંઈક સારુ કરશો તો આખુ વર્ષ પરિણામ ભોગવશો


સાગરે મોત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટથી માલૂમ પડ્યુ કે તેને ઓનલાઈન ગેમ રમવાનો ચસ્કો લાગ્યો હતો. ઓનલાઈન ગેમના ચક્કરમાં યુવકના માથે 30 લાખનુ દેવુ થઈ ગયુ હતું. ઓનલાઈન કેસીનો ગેમમાં યુવકને 30 લાખનુ દેવુ થયુ હતું. ત્યારે સ્યુસાઈડ નોટમાં યુવકે લખ્યું કે, હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મેં જીવનની મોટી ભૂલ કરી છે, કંઈ કરી શકતો નથી.  હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું.


14 દિવસ પહેલા જ પિતા બન્યો હતો
વિધિના વિધાન તો એવા સાગર 14 દિવસ પહેલા જ પિતા બન્યો હતો. સાગરની પત્ની પ્રસૂતિ માટે પિયર હતી અને પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો. બીજી તરફ સાગરે આવુ પગલુ ભરતા પત્ની પર આભ તૂટી પડ્યુ હતું. આવામાં એક માસુમને પિતાનું મોઢુ જોવાનું સુખ પણ ન મળ્યું.