સંદીપ વસાવા/માંગરોળ: તમને સમોસા ખાવાનો શોખ છે. જો આપ નોનવેજ ખાવાના શોખીન છો તો એકવાર સાવધાન થઇ જજો કેમ કે આપ જે નોનવેજ ખાઈ રહ્યા છો એ ગોમાંસ પણ હોઈ શકે કેમ કે માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો અને સમોસા એફ.એ.સેલ માં મોકલાતા સમોસામાં ગોમાંસ હોવાનું બહાર આવતા માંગરોળ પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ


આમ તો દેશના ગાય ને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી રહી છે. હિન્દૂ સમાજમાં ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ગૌ હત્યા મામલે પણ કડક કાયદો બનાવાયો છે. પરંતુ ગૌહત્યા અને ગૌ તસ્કરીના અનેક કિસ્સાઓ તમારી સામે આવતા હોય છે. જો આપ નોનવેજ ખાવાના શોખીન છો તો ચેતી જજો સુરત જિલ્લાના પોલીસે ગૌ હત્યા અને નોંનવેજની આડ માં ગૌમાંસ વેચવાનો પર્દાફાશ કરી નાખ્યો છે. માંગરોળ તાલુકાનું કોસાડી ગામ ગોહત્યા માટે કુખ્યાત બની ગયું છે. 


બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી


ભૂતકાળમાં ગોહત્યાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે ફરી એકવાર માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફ જીભાઈ પોતાની રીક્ષા જી.જે.05 એ.વાય 7074 લઈ મોસાલી ચોકડી નજીકથી પસાર થવાનો છે અને પોલીસ મોસાલી ચોકડી પર વોચમાં હતી. ત્યારે બાતમી વારી રીક્ષા આવતા રીક્ષામાંથી ઈસ્માઈલને ઝડપી પાડી રીક્ષા ચેક કરતા રીક્ષામાંથી સમુસા મળી આવ્યા હતા. 


ગૃહિણીઓ માટે ખુશબર, સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ મહિનાના તળિયે, જાણો શું છે નવો ભાવ


પોલીસને સમુસા અંગે શંકા જતા ઈસ્માઈલ પૂછપરછ કરી હતી. પ્રથમ તો આ નોનવેજ સમોસા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને જે બાતમી મળી હતી તે આધારે પોલીસે સમોસાને એફ.એસ.એલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતાં. એફ.એસ.એલ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સમોસામાં ચિકન નહી પણ ગોમાંસ હોવાનું બહાર આવ્યું હતું. ઇસ્માઇલ આ સમુસા ચિકનના હોવાનું કહી લોકોને વેચતો હતો. 


તૈયાર રહેજો! ગુજરાતમાં વાવાઝોડાને લઈ ઘાતક આગાહી, આ તારીખોમાં અહીં પડશે જોરદાર વરસાદ


માંગરોળ પોલીસે ઈસ્માઈલની ધરપકડ કરી હતી. તેમજ સુલેમાન ઉર્ફ સલ્લુ અને નગીન ઉર્ફ સાયમન વસાવા ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે .આરોપી ઈસ્માઈલ વિરુધ માંગરોળ પોલીસ મથકે ગુના નોધાયા છે જેમા તેને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો હતો, હાલ પોલીસે ઈસ્માઈલ સામે પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ 1954 ની કલમ 5,6,8 તથા ગુજરાત પશુ રક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(ક),(ખ) મુજબ કાર્યવાહી હાથ ધરતા ફફડાટ મચી ગયો.


ગુજરાત કેડરના IPS સતીશ ચંદ્ર વર્માને ઝટકો, ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ નડ્યો