ગૃહિણીઓ માટે ખુશખબર, સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ મહિનાના તળિયે, જાણો શું છે ડબ્બાનો ભાવ

RAJKOT EDIBLE OIL: હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2745થી  2795 રૂપિયાની આસપાસ છે, જ્યારે કપાસિયા તેલમાં પણ રૂપિયા 15નો ઘટાડો નોંધાયો છે. પામોલીન તેલના ડબ્બામાં પણ રૂપિયા 10નો ઘટાડો નોંધાયો છે.

ગૃહિણીઓ માટે ખુશખબર, સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ મહિનાના તળિયે, જાણો શું છે ડબ્બાનો ભાવ

ઝી બ્યુરો/રાજકોટ: ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ મહિનાના તળિયે પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં સીગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 100નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે પહોંચ્યો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2745થી  2795 રૂપિયાની આસપાસ છે, જ્યારે કપાસિયા તેલમાં પણ રૂપિયા 15નો ઘટાડો નોંધાયો છે. પામોલીન તેલના ડબ્બામાં પણ રૂપિયા 10નો ઘટાડો નોંધાયો છે.

નોંધનીય છે કે, સીંગતેલનો ભાવ તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990 પહોચ્યો હતો. પરંતુ સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત મળી છે. એક અઠવાડિયામાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2745-2795 રૂપિયા નોંધાવવા પામ્યો છે. સતત વિશ્વનાં બજારોમાં ખાદ્યતેલનાં ભાવ તૂટી રહ્યા છે. જેનાં કારણે સીંગતેલનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

મહત્વનું છે કે, હજુ પણ ખાદ્ય તેલનાં ભાવમાં ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે સતત થઈ રહેલ ભાવ ઘટાડાને કારણે માર્કેટ ઉપર પણ તેની અસર પડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news