અમદાવાદ: સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ કમીશ્વરનો આદેશ, તમામ ક્લાસિસો બંધ
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગવામાં આવેલી આગને કારણે 20 જેટલા લોકોના મોતની આશંકા છે. ત્યારે આ ઘટના સામે આવતા અમદાવાદના મ્યુ. કમીશ્નર દ્વારા શહેરના આગામી આદેશ ન મળે ત્યા સુધી શહેરના તમામ ટ્યુશન ક્લાસિસો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.


સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ


સુરત ની ઘટના બાદ રાજકોટ મનપા આવ્યું હરક્તમા 
સુરતની ઘટના બાદ રરાજકોટ મનપા કમિશ્નર દ્વારા ફાયર વિભાગને ચેકીંગ અંગે સૂચના આપવામાં આવ્યા છે. ફાયર વિભાગની અલગ અલગ 3ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કરવામાં ચેકીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ખાનગી ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.


તક્ષશિલા આગકાંડનો ચોંકાનારો ખુલાસો: થર્મોકોલે લીધો 10 વિદ્યાર્થીઓનો જીવ...

 


પાટનગરમાં પણ ક્લાસિસો પર તાવઇ શરૂ
ગાંધીનગરમાં પણ ફાયર સેફટી ન હોવાના અનેક ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાની કબૂલાત ગાંધીનગરના ફાયર ઓફિસર દ્વાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવા ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસ ઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી આવતીકાલથી જ પ્રારંભ કરવામાં આવશે. ગાંધીનગરમાં અવાર-નવાર આવા શોપિંગ કોમ્પ્લેક્ષ ઓમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવામાં આવી છે .અને નોટિસો પણ આપવામાં આવી છે આમ છતાં ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરી હોવાની વાત ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર કરી હતી. 


સુરત: ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના, CMએ આપ્યા તપાસના આદેશ


વડોદરામાં પણ ચેકિંગ શરૂ
સુરતમાં આગ લાગવાના મામલે વડોદરા ફાયર બ્રિગેડ હાથ ચેકીંગ ધરશે. શહેરમાં ચાલતા તમામ ટયુશન કલાસીસોમાં ચેકિંગ કરીને ફાયર સેફ્ટિ અંગેની તપાસ કરવામાં આવશે. અને જો કોઇ ક્લાસિસમાં ફાયર અને સેફ્ટિની સુવિધા નહિ હોયતો જે તે સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.