સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 14થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રહીશોમાં તંત્રની લાપરવાહી સામે રોષ પ્રવર્તી રહ્યો છે જ્યારે મોતને પગલે માહોલમાં માતમ છવાયો છે. 

Updated By: May 24, 2019, 08:03 PM IST
સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ

સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 14થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રહીશોમાં તંત્રની લાપરવાહી સામે રોષ પ્રવર્તી રહ્યો છે જ્યારે મોતને પગલે માહોલમાં માતમ છવાયો છે. 

સુરત તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ, 14ના મોતની આશંકા 
સુરત તક્ષશિલા આર્કેટમાં લાગેલી ભીષણ આગામાં ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ આગથી બચાવા માટે બિલ્ડીગના ચોથા માળેથી છલાંગો લગાવી હતી. છલાંગ લગાવનાર અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના મોત પણ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર આપાવામાં આવી રહી છે.

જુઓ સુરત આગ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ શું ટ્વિટ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યપર પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

 

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ મુદ્દે શું કાયદેસર પગલા ભરાશે
બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ટ્યુશિન ક્લાસિસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા છે. આ સંજોગોમાં ભયાનક કહી શકાય એવી આ ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવા તજવીજ હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે.

જુઓ સુરત આગકાંડ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ શું નિવેદન આપ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.