તેજશ મોદી/સુરત :સુરતના મેયરના બંગલાનું જુલાઈ મહિનાનું અધધધ ઈલેક્ટ્રીક બિલ આવ્યું છે. મેયર હેમાલી બોધાવાલાના સરકારી બંગલાનં ઇલેક્ટ્રિક બિલ 51890 રૂપિયા આવ્યું છે. મે મહિનાનું બિલ 12,120 રૂપિયા તો અન્ય મહિનાઓનું લાઈટ બિલ 3560 રૂપિયા હતુ. તો અચાનક કેવી રીતે લાઈટ બિલ વધી ગયું તે મોટો સવાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયર બન્યા બાદ હેમાલી બોધાવાલા ઉધના-મગદલ્લા રોડ પર પાલિકાએ બંધાવેલ મેયરના બંગલામાં શિફ્ટ થયા હતા. મે મહિના અંતમાં તેઓ કુંભ ઘડો મૂક્યા બાદ રહેવા ગયા હતા. તેઓને આ સરકારી આવાસમાં રહીને માત્ર 3 મહિના થયા છે. પંરતુ ત્રણ મહિનામાં જ તેઓ ચર્ચામાં આવ્યા છે. મે મહિનામાં તેમનુ પ્રથમ ઈલેકટ્રીક બિલ માત્ર રૂપિયા 12,120 આવ્યુ હતું. તો બીજા બે બિલ 3560-3560ના આવ્યા હતાં. ત્યાર બાદ મેયરના બંગલાનો વપરાશ શરૂ થઈ ગયો હતો. 3 જુલાઈએ આવેલા લાઈટ બિલમાં 51890 રૂપિયા બિલ આવ્યું છે. 


પ્રથમ બિલ મેયરના રહેવા ગયા બાદ આવતાં ઝોને પણ આ બિલ ભરવા માટે અને તે સહિતના યુટિલિટી ખર્ચાની સત્તા સ્થાયી સમિતિ સમક્ષ માંગતાં તો બીજી તરફ, ગેસ કનેક્શનના રૂપિયા 9394 અને રૂપિયા 5854 બિલ ભરવામાં આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, સુરતમાં મેયરનો બંગલો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. બંગલાની કામગીરી 4 વર્ષે પૂર્ણ થઈ હતી. આ બંગલોમાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ, ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ, કિચન, સ્ટોર રૂમ, યુટિલિટી રૂમ, ફેમિલી ડાઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા રૂમ, કોર્ટયાર્ડ જેવી અનેક સુવિધાઓ છે. સુરતના મેયર માટે બનાવાયેલા આ આલિશાન મહેલ મામલે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો છે.