કિરણસિંહ ગોહિલ, ચેતન પટેલ/ સુરત: સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી મુજબ વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરી. હાલ પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટનાસ્થળે છે. અત્રે જણાવવાનું કે લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. 



અત્રે જણાવવાનું કે લોકડાઉન 3 શરૂ થતા જ કલેક્ટર કચેરી પર શ્રમિકોની ભીડ ઉમટવા માંડી છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે. સુરતમાં આજે પણ વધુ બે પોઝિટિવ કેસ આવ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube