Surat News ચેતન પટેલ/સુરત : મારી ગર્લ ફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી સ્કૂલમાં જ વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. અઠવાગેટ નજીક આવેલી ટી એન્ડ ટીવી સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. રીસેસ દરમિયાન ક્લાસ રૂમમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.હુમલામાં બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી અને અઠવા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાને ફોન કરીને શાળા દ્વારા જાણ કરાઈ
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી ઉપર તેની સાથે ભણતા વિદ્યાર્થીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે. ચાલુ રિસેસમાં બનેલી ઘટનામાં સ્કૂલ તંત્રની સાથે સાથે પોલીસ પણ દોડતી થઈ હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર ડેરી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. 17 વર્ષ દીકરો જે નાનપુરા સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પુત્ર નિત્યક્રમ મુજબ સ્કૂલે ગયો હતો સવારે 11 વાગ્યાના સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થીના પિતાને કોલ કરીને સ્કૂલમાં તમારા દિકરાનો ઝઘડો થયો છે અને સામેની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે તેવું જણાવતા પરિવાર તાત્કાલિક સ્કૂલ ખાતે દોડી આવ્યું હતું. પરિવારે આવીને જોયું તો પુત્ર ICUમાં સારવાર લઈ રહ્યો હતો.


નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હ


રિસેશ દરમિયાન શાળામાં ખેલાયો ખૂની ખેલ
સ્કૂલના શિક્ષકો તથા અન્ય વિદ્યાર્થીઓને પૂછતા તેમને જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી રિસેસ દરમિયાન નાસ્તા કરતા સમયે આવ્યો હતો અને તેના પર ઊપરા છાપરી ચપ્પુના ઘા જીકી દીધા હતા.સ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચપ્પુ મારવા પાછળનું કારણ જાણીને શાળાની સાથે પરિવાર પણ ચોકી ઉઠ્યું હતું. 


ગર્લફ્રેન્ડ બીજા વિદ્યાર્થી સાથે વાત કરતી હતી
ઘટનાની જાણ થતા અઠવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, હુમલો કરનાર વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડનો વિવાદ સામે આવ્યો હતો. વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ બીજા છોકરા જોડે વાત કરતી હતી જેને લઈને હુમલો કરનાર વિદ્યાર્થી તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી આવેશમાં આવીને ચપ્પુ માર્યું હતું. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હ