ચેતન પટેલ/સુરત : વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે. તેઓ પત્રમાં વિદ્યાર્થીઓને લોન સમયસર ન મળતી હોવાની ફરિયાદ કરી છે. સાથે જ કહ્યું કે, વીઝા મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓને લોન નથી મળતી. તેથી ગુજરાત સરકાર વિદેશ અભ્યાસ લોનની પદ્ધતિ સરળ કરવા રજૂઆત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા આપણે સૌ જાણીએ છીએ. આવામાં દરેક ગુજરાતીનું વિદેશ જવાનુ સપનુ સાકાર થતુ નથી. આવામાં વિદેશમાં ભણવા માટે લોન મોટી મદદ સાબિત થતી હોય છે. પરંતુ હવે આ લોન પણ સરળતાથી મળી નથી રહી. આ કારણે વિદેશ જવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓનું સપનુ રગદોળાય છે. તેથી જ ધારાસભ્ય કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં અવાજ ઉઠાવ્યો છે. તેઓએ પત્ર લખીને જલ્દીથી એજ્યુકેશન લોનની સમસ્યા દૂર કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો : 


દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં મહાદેવ પર ચઢાવાય છે જીવતા કરચલા, અનોખી છે અહીંની પ્રથા


પત્નીએ રૂપિયા માટે શરૂ કર્યો એવો ધંધો કે જાણીને પતિના પગ તળેથી જમીન ખસી ગઈ...


પત્રમાં શું લખ્યું....
કુમાર કાનાણીએ પત્ર રજૂઆત કરી કે, 'ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય છે અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી, અને વિદેશ ગયા પછી 6-6 મહિના સુધી લોન મળતી નથી. લાંબા સમય સુધી લોન ન મળવાને કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મુકાય છે. તો આવી અરજી થયેલ વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તે બાબતે મારી આપને વિનંતી છે.


આ પણ વાંચો : કોંગ્રેસ હવે પ્રદેશ પ્રમુખ બદલવાના મૂડમાં, બે-ચાર દિવસમાં નવાજૂની થાય તો નવાઈ નહિ..