પત્નીએ રૂપિયા માટે શરૂ કર્યો એવો ધંધો કે જાણીને પતિના પગ તળેથી જમીન ખસી ગઈ...
Ahmedabad Crime News : અમદાવાદમાં એક પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે, તેની પત્ની આર્થિક ફાયદા માટે સ્ત્રીબીજ ડોનેટ કરે છે અને તેમાં પતિની હાજરી વગર ખોટી સહીઓ કરીને પૈસા મેળવે છે
Trending Photos
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : હરણફાળ વિકાસ કરી રહેલા અમદાવાદમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. અમરાઈવાડીમાં પતિની ખોટી સહીઓ કરીને સ્ત્રીબીજ ડોનેટ કરતી પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે. સ્ત્રીબીજ ડોનેટના કૌભાંડને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં ગેરકાયદે સ્ત્રી બીજના ડોનેટના નામે ચાલતા ધંધાનો પર્દાફાશ થયો. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ
અમરાઈવાડીમાં પતિ પત્નીના ઝઘડામાં સ્ત્રીબીજ ડોનેટનું રેકેટ સામે આવ્યું છે. મહિલાઓને પૈસાની લાલચ આપીને ગેરકાયદે સ્ત્રીબીજ ડોનેટ કરવામાં આવે છે. ઘટના એવી છે કે અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડા નામના વ્યક્તિએ પોતાની પત્ની અનિતા ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની આર્થિક ફાયદા માટે સ્ત્રીબીજ ડોનેટ કરે છે અને તેમાં પતિની હાજરી વગર ખોટી સહીઓ કરીને પૈસા મળે છે. તેની સાથે હંસાબેન પરમાર નામની મહિલા એજન્ટ પણ સંડોવાયેલી છે, જે ઓ ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે સ્ત્રી બીજનું ડોનેટ કરવાનું રેકેટ ચલાવે છે.
આ પણ વાંચો :
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડાના લગ્ન વર્ષ 2010 માં અનિતા નામની મહિલા સાથે થયા હતા તેઓના લગ્ન જીવનમાં બે દીકરીઓ છે. પાંચ વર્ષ બાદ પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને ઝઘડો શરૂ થઈ ગયો હતો. જેથી 2019 ના વર્ષમાં પતિ પત્ની અલગ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ સમાધાન થતા ફરી સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે ફરીથી અવારનવાર ઝઘડા થતા હતા. એટલે 2020 ના વર્ષમાં અનિતાબેન રિસાઈને પિયર જતા રહ્યા હતા. ત્યારે તે સ્ત્રીબીજ ડોનેટ કરાવતા એજન્ટ હંસાબેન પરમાર સંપર્કમાં આવી હતી. અને મહિલાએ આધાર કાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને તેની ઝેરોક્ષ કઢાવીને ખાનગી હોસ્પિટલને ડોનેટ કર્યું હતું. ત્યારે સાક્ષી તરીકે અનિતાએ પતિની ખોટી સહી કરી હોવાનો આક્ષેપ રસિક ચાવડાએ ફરિયાદમાં કર્યો છે. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી.
અમરાઈવાડી પોલીસે સ્ત્રીબીજ ડોનેટની પ્રક્રિયા કાયદેસર છે કે ગેરકાયદે તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ફરિયાદીએ જે ખોટા ડોક્યુમેન્ટ ના આક્ષેપો કર્યા છે તે મુદ્દે પણ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે