ચેતન પટેલ/સુરત: સુરતમા ડક્કા ઓવારા પર સફાઇ અભિયાન દરમિયાન સાસંદ દર્શનાબેન જરદોશ દ્વારા જેસીબી મશીન ચલાવી સફાઇ કરવામા આવી હતી. જે અંગે સ્થાનિકે પોલીસ કમિશનરને આ અંગે ફરિયાદ કરતા તેમની પાસેથી કલમ 181 મુજબ રુ 500 નો દંડ વસૂલવામા આવ્યો હતો. સુરતમા 4થી મે 2018ના રોજ નાનપુરા ડંકકા ઓવારા ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સફાઇ અભિયાનમા સાસંદ દર્શનાબેન જરદોશે પણ ભાગ લીધો હતો. જો કે દર્શનાબેને સફાઇ અભિયાન અંતર્ગત હાજર જેસીબી મશીનમા બેસી તેને ચલાવી સફાઇ કરી હતી. જે અંગે સ્થાનિક નાગરિકે આ અંગે ટ્રાફિક વિભાગમા ફરિયાદ કરી હતી કે લાયસન્સ ન હોવા છતા દર્શનાબેને જેસીબી મશીન ચલાવી ટ્રાફિકના નિયમનુ ભંગ કર્યો છે . 


સુરત: બ્રિજ ક્રોસ કરતા શાળાના 4 વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત


છતાં ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ નાગરિકે પોલીસ કમિશ્નર ને આ અંગે ફરિયાદ કરી હતી .જે ફરિયાદ ના આધારે પોલીસ કમિશ્નર દ્વારા કલમ ૧૮૧ મુજબ સાંસદ દર્શના બેન પાસે થી રૂ ૫૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.