તેજશ મોદી/ સુરતઃ સુરત મહાનગરપાલિકાને રિન્યુએબલ એનર્જી માટે એવોર્ડ ફરી એક વખત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યો છે, દિલ્હી ખાતે એક સમારોહમાં સુરતના મેયર અને માનપાના અધિકારીઓની ટીમે એવોર્ડ સ્વિકાર્યો હતો. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્રાકૃતિક ઉર્જા ક્ષેત્રે જે કામગીરી કરે છે, તેને ધ્યાનમાં લઇ એવોર્ડ આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018-19 માટે હુડકો દ્વારા દેશભરમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્ય હતાં. જેમાં 'ટુ ઈમ્પ્રુવ ધ લિવિંગ એન્વાયરમેન્ટ' હેઠળ સુરત મહાનગરપાલિકાને અન્ડર ધ થીમ ઓફ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ગ્રીન બિલ્ડિંગ માટે પંસદ કરવામાં આવી હતી. એટલે કે એનર્જી સિક્યુરિટી એફર્ટ માટે સુરત મનપાની પસંદગી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકા કામગીરી માટે જે 100 ટકા વિજળીનો ઉપયોગ કરે છે તેમાં પવનચક્કી અને સૂર્ય ઉર્જાનો 34 ટકા ભાગ છે. મનપા પવનચક્કીનો 32 અને સોલર પાવરનો 6 મેગાવોટનો પ્લાન્ટ ધરાવે છે. 


પવનચક્કીથી વીજ ઉત્પાદન
સુરત મહાનગર પાલિકા રાજ્યનો સૌથી પહેલો પવન ચક્કી પ્રોજેક્ટ શરુ કર્યો હતો. પોરબંદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂ. 26.90 કરોડનો ફાયદો થયો છે. તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો, જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે. ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. 


ગરમીનો પારો સિંહોને અકળાવી રહ્યો છે, એકસાથે પાણી પીતા 14 સિંહનો વીડિયો વાયરલ


ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો છે. આમ સુરત મનપાએ અત્યાર સુધી રૂ. 202.20 કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી ૩૦.30 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 138.74 કરોડનો ફાયદો થયો છે. હાલમાં પાંચમો પ્લાન્ટ નાંખવાની મંજુરી પણ મળી ચુકી છે.


પાસની ટીમ ફરી થઈ સક્રિયઃ અલ્પેશ કથિરીયાની જેલમુક્તી માટે બોલાવી મીટિંગ 


સોલાર એનર્જીથી 6 મેગાવોટ વિજળીનું ઉપ્તાદન
સુરત મનપાએ હવા અને સુર્યપ્રકાશ સહિતના અન્ય સ્ત્રોતોથી વિજળીનું ઉત્પાદન શરુ કરી ખર્ચ ઘટાડવાનું શરુ કર્યું છે. સુરત મહાનગર પાલિકાના સરથાણા વોટર વર્કસ, કતારગામ વોટર વર્કસ, વરાછા વોટર વર્કસ, રાંદેર વોટર વર્કસ, કોસાડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉધના જલ વિતરણ મથક, સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મગોબ જલ વિતરણ મથક પર 6 મેગાવોટની રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ તમામ સ્થળો પર લાગેલા રૂટ સોલાર પેનલ થકી મનપા વર્ષે 83 લાખ વીજ યુનિટનું ઉત્પાદન કરે છે, જેમાંથી પાણી વિતરણ સહિતના કામો માટે 53 લાખ યુનિટનો ઉપયોગ થાય છે. 


વિશ્વ મેલેરિયા દિવસઃ ગુજરાતને 2022 સુધી મેલેરિયા મુક્ત બનાવવાનું લક્ષ્ય


સુરત મહાનગરપાલિકા આગામી વર્ષમાં વધુ 2 મેગાવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ નાંખવા જઈ રહી છે, જેથી કુલ ઉત્પાદન 8 મેગાવોટ પર પહોંચશે. એક મેગાવોટનો પ્લાન્ટ નાખવાનો કેપિટલ ખર્ચા 6 થી 7 વર્ષમાં પાછો મળી જાય છે, સામાન્ય રીતે સોલાર પેનલની લાઈફ 25 વર્ષની હોવાથી લાંબા ગાળે ફાયદો થતો હોય છે. રૂફટોપ સોલારથી મનપાને વાર્ષિક રૂ.5.2 કરોડનો લાભ થાય છે. રૂફટોપ સોલાર ઉપરાંત વિન્ડ પાવરમાં 32 મેગાવોટ અને બાયોગેસમાં 5 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરી પાલિકા વર્ષે 45 કરોડની બચત કરે છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....