તેજસ મોદી/સુરત: શહેરમાં કોરોનાની ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરી રહેલા સુરત મનપાના તંત્ર (Surat Municipal Corporation) દ્વારા હવે ફરીથી કોવિડની ગાઇડલાઇનના કડક અમલ માટે આકરા તેવર અપનાવવા તૈયાર કરી છે. તેમજ શહેરીજનોને ફરજિયાત માસ્ક (Mask) પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા વિગેરે જેવી કોવિડ–19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે આપણી પાસે હાલ વેક્સિન જ એકમાત્ર ઉપાય છે, ત્યારે સુરત મનપાએ સારવાર માટે નવો નિયમ બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાની બીજી રસી નહીં લેનાર મનપા હવે ફ્રીમાં સારવાર નહીં આપે. સુરતમાં હજુ પણ 4.50 લાખ લોકોએ કોરોનાનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે આવા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લે તેના માટે મનપાએ કોરોનાને લઈને જાગૃતિ લાવવા એક નિયમ બનાવ્યો છે.  


અમરેલીમાં લગ્નપ્રસંગ કરૂણ બન્યો!, અશ્વ ઉશ્કેરાય જતા અફડા તફડીનો માહોલ


સુરતમાં જો તમે રસી નહીં લીધી હોય તો મહાનગરપાલિકા તમને ફ્રીમાં સારવાર નહીં આપે. સુરત મહાનગરપાલિકાએ કોરોનાના દર્દીની સારવાર માટે ખાસ નિર્ણય લીધો છે. જો કોરોનાની રસી નહીં તો ફ્રીમાં સારવાર નહીં મળે. રસીના બંને ડોઝ લીધા હશે એવા લોકોને જ સારવાર મળશે. સાડા ચાર લાખ લોકોને રસીનો બીજો ડોઝ અપાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનાવ્યો આ નવો નિયમ


સુરત મનપાએ જણાવાયું છે કે, વિવિધ ડાયમંડ કંપનીઓ, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, અન્ય વિવિધ વ્યાપારી સંસ્થાઓના કર્મચારી, કામદારો સુરત શહેરની બહાર ફરવા ગયા હોય, આ તમામ લોકો તથા શહેરીજનોને તાકીદ કરાઇ છે કે જે તે સ્થળોએ કોવિડ અનુરૂપ બિહેવિયર એટલે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, હાથ સ્વચ્છ રાખવા સહિતની તમામ પ્રકારની કોવિડ–19 સંદર્ભેની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમજ બહાર ફરવા ગયેલા લોકો જ્યારે સુરત પરત ફરે ત્યારે તેવા તમામ લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તો પણ તેઓ ફરજિયાત છેલ્લા 72 કલાકનો RT-PCR ટેસ્ટ કરાવી શહેરમાં પ્રવેશ મેળવે તેવી સુચના આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube