Amreli માં લગ્નપ્રસંગ કરૂણ બન્યો!, અશ્વ ઉશ્કેરાય જતા અફડા તફડીનો માહોલ, સોશિયલ મીડિયોમાં વીડિયો વાયરલ

અમરેલીના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ લગ્નમાં ઘોડો ઉશ્કેરાઈ જતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વરઘોડાનો એક વીડિયો વાયરલ થયો છે. 

Amreli માં લગ્નપ્રસંગ કરૂણ બન્યો!, અશ્વ ઉશ્કેરાય જતા અફડા તફડીનો માહોલ, સોશિયલ મીડિયોમાં વીડિયો વાયરલ

કેતન બગડા/ અમરેલી: આજકાલ લગ્નપ્રસંગમાં વરઘોડાનું ચલણ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે અમરેલીના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ લગ્નમાં ઘોડો ઉશ્કેરાઈ જતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વરઘોડાનો એક વીડિયો વાયરલ થયો છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમરેલીના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ લગ્નપ્રસંગમાં અશ્વ ઉશ્કેરાય જતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમ્યાન અશ્વ ઉપર સવાર થઈને જાન નીકળતી હોય છે. પરંતુ અશ્વ સવાર અચાનક નીચે ખાબકતા અશ્વ દ્વારા તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક લોકો અશ્વને કંટ્રોલ કરવા લાકડીઓ ઉગામી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અશ્વ તેનાથી વધુ વિફર્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. અશ્વનો વીડિયો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમરેલીમાં લગ્નપ્રસંગમાં ઘોડા ખેલાવનારે ઘોડા ઉપરનો કાબુ ગુમાવતા ઘોડો બેકાબૂ બન્યો હતો અને એક વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતને કારણે લગ્ન પ્રસંગ કરૂણ પ્રસંગમાં ફેરવાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અમરેલીના ધારીમાં લગ્ન પ્રસંગે ઘોડો ભડક્યો હતો. ભડકેલા ઘોડાએ એક વૃદ્ધને અડફેટે લાધી. ત્યારે પણ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો.

તે વખતે પણ વાયરલ થયેલા વીડિયોમાં લગ્નપ્રસંગમાં ઘોડેસવાર ઘોડાને કાબૂમાં કરવાની કોશિશ કરે છે, પરંતુ બેકાબૂ બનેવો ઘોડો વૃદ્ધને અડફેટે લઇ લે છે. લગ્નમાં વરઘોડો સામાન્ય વાત છે પરંતુ અમરેલીના ધારીમાં એક લગ્નપ્રસંગ કરૂણ બન્યો હતો. ઘોડા ખેલાવુ ઘોડેસવારને ભારે પડી ગયુ હતુ. રસ્તે ચાલ્યા જતા કાકાને ઘોડાએ અડફેટે લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news