ચેતન પટેલ, સુરત: સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલઠાણ રોડ પર આવેલા મોલની 134 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. નોટિસ આપ્યા છતાં ફાયરના સાધનો મુકવામાં નહીં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસનું સભા સંબોધન


સુરતના વેસુ આગ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારબાદ સુરત મનપાની ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગ તથા ટ્યુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યાં જેમને ફાયર સેફટીના સાધનો લગાવ્યા ન હોઈ તેની સામે લાલ આંખ કરી હતી. આજે વહેલી સવારે મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલથાન ખાતે આવેલ મેગનસ શોપિંગ સેન્ટરને સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી.


વધુમાં વાંચો: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી


134 દૂકાનો પર નોટિસ મારી સિલ મારી દેવામાં આવ્યું હતું. નોટિસમાં ફાયરના સાધનો અપૂરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે રીતે દુકાનો સિલ મારવામાં આવી હતી તેને કારણે દુકાન માલિકો વહેલી સવારથી દોડતા થયા હતા. જો કે બીજી તરફ ફાયર વિભાગે પણ જ્યાં સુધી ફાયરના સાધનો નહીં લગાડવામાં આવે ત્યાં સુધી સિલ નહીં ખોલશેની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આજ મોલમાં જીએસટી વિભાગની ઓફિસ પણ આવેલી છે. જો કે તેમની ઓફિસ સીલ નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.


ગુજરાતના અન્ય સમાચરા વાંચવા માટે અહીં ક્લિક કરો...