આખા દેશના કચરાની સમસ્યાનો ઉકેલ સુરત પાસે!
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી : દેશમાં દિલ્હી જેવા મહાનગરોમાં કચરાના નિકાલની સમસ્યા બહુ મોટી બની ગઈ છે. જોકે ગુજરાતના સુરતમાં એવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની સફળતા દેશના મહાનગરોને કચરાના નિકાલની નવી દિશા દેખાડી શકે છે. સુરતમાં કચરાની સમસ્યાના ઉકેલ માટે નવી સિસ્ટમ અપનાવામાં આવી છે જેના અંતર્ગત સુરત નગર નિગમ દ્વારા શહેરમાં 43 અંડરગ્રાઉન્ડ બોક્સ લગાવવામાં આવ્યા છે જેમાં એક સમયે 1.5 ટન કચરો સમાઈ શકે છે. સ્માર્ટ સિટી અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં આ ગાર્બેજ બોક્સમાં એક સેન્સર પણ છે. આ બોક્સ 70 ટકા સુધી ભરાઈ જાય તો કંટ્રોલ રૂમમાં સિગ્નલ મળે છે જેથી બોક્સ બને એટલું જલ્દી ખાલી કરી શકાય.
આ અન્ડરગ્રાઉન્ડ બોક્સને ફૂટપાથ પર લગાવી શકાય છે. એમાં કચરો નાખવાના બે હિસ્સા છે. એક હિસ્સામાંથી સામાન્ય લોકો કચરો નાખી શકે છે અને બીજો હિસ્સો નગર નિગમના વપરાશ માટે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિ્યાના રિપોર્ટ પ્રમાણે સુરત નગર નિગમના કમિશનર એમ. થેન્નારાસનનું કહેવું છે કે અમે આવા બીજા 75 બોક્સ લગાવીશે. પહેલાં અમે આ પ્રયોગ નાના વિસ્તારમાં કર્યો પણ હવે બીજા વિસ્તારોમાં પણ આવી જ વ્યવસ્થાની ડિમાન્ડ થઈ રહી છે.
સુરત નગર નિગમ કમિશનરના ડેપ્યુટી સી.વાય. ભટ્ટનું કહેવુ છે કે આ સિસ્ટમની સારી વાત એ છે કે એનાથી કચરાને કારણે ફેલાતી દુર્ગંધથી છુટકારો મળે છે.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...