Surat News ચેતન પટેલ/સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં માટેલા સાંઢની જેમ દોડતા પાલિકાના ડમ્પર ચાલકે પગપાળા જતી મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે રોષે ભરાયેલા ટોળાએ ચાલકને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જ્યાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ટોળાએ પોલીસ પીસીઆર વાનનો પણ ઘેરાવ કર્યો હતો. જે બાદ વધુ પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી. જ્યાં ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારનો આધારસ્તંભ મહિલાનું મોત 
સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકોને કારણે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. જ્યાં વધુ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, ચોક બજાર વિસ્તારમાં આવેલ કુબેરનગર સોસાયટીમાં રહેતી મનિષાબેન નિકુંજભાઈ બારોટ કતારગામ ખાતે આવેલી કે.પી સંઘવી ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા હતા. આજ રોજ પોતાના નિત્યક્રમ મુજબ પોતાની માસૂમ બાળકીને શાળાએ મૂકી તેઓ કતારગામ સ્થિત નગીનાવાડી ખાતેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ વેળાએ અચાનક પુરપાટ ઝડપે દોડી આવેલા પાલિકાના ડમ્પર ચાલકે મનીષાબેનને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.


ભરતસિંહ ભેરવાયા..!! સાંસદોની ગ્રાન્ટમાં કટકી પર જાહેરમાં ન બોલવાનુ બોલી ગયા


અકસ્માત બાદ લોકોએ હુર્યો બોલાવ્યો
ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ ચાલકને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.જે બાદ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ટોળા અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી. જે બાદ પોલીસ દ્વારા ડમ્પર ચાલક ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કરતા ટોળું વધુ રોષે ભરાયું હતું. ચાલક દારૂના નશામાં હતો અને લાયસન્સ પણ નહોતું તેવા આક્ષેપ સાથે ટોળાએ ટ્રક ચાલકને સોંપવા અંગેની માંગ કરી હતી. જે બાદ ટોળાએ પોલીસ પીસીઆર વાનનો ઘેરાવ કર્યો હતો. જેથી વધુ પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી. 


ભાજપમાં ભડકો જોઈને ગેલમાં આવ્યું કોંગ્રેસ, તો ભાજપે આપ્યો કોંગ્રેસના ટનાટનનો જવાબ


અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ : નવા વર્ષમાં એક કરોડને પાર ગયો મુસાફરોનો આંકડો