ભરતસિંહ ભેરવાયા..!! સાંસદોની ગ્રાન્ટમાં કટકી પર જાહેરમાં ન બોલવાનુ બોલી ગયા
BJP Candidate Bharatisinh Dabhi : લોકો માટે સાંસદોને અપાતી ગ્રાન્ટમાંથી ટકાવારી ઉઘરાવવા મામલે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું નિવેદન... જાહેર સભામાં કહ્યુ- મેં ક્યારેય ડેલીગેટ કે સરપંચ પાસે ફાળવેલી ગ્રાન્ટમાંથી ટકાવારી માગી નથી...
Trending Photos
Loksabha Election : લોકસભા માટે હાલ દરેક પાર્ટીના ઉમેદવાર પ્રચાર કરી રહ્યાં છે. આવામાં પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જાહેરમાં ન બોલવાનુ બોલી ગયા હતા. ચાણસ્માના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરમાં ગ્રાન્ટમાં કટકી મામલે એવું નિવેદન આપ્યુ કે બરાબરના ફસાયા. ત્યારે લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાંસદના ગ્રાન્ટમાં કટકી પર રાજકારણ આવ્યું છે.
શું સાંસદો ટકાવારી લે છે?
સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે ભરતસિંહ ડાભીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતું કે, ડેલિકેટ, સરપંચ કે આમ નાગરિક હોય કોઈ જોડે મેં ટકાવારી માંગી નથી. તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સાંચવી આ હોદાને ન્યાય અપાવ્યો છે. આમ, ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે. તેમનું નિવેદન સવાલ કરે છે કે, શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? એવુ તો શું થયું કે ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરવો પડ્યો.
કોંગ્રેસનો આક્ષેપ
બક્ષીપંચ સમાજના પ્રભુત્વ વાળી ગણાતી પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રમુખ અને ચેતના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે ભરતસિંહના નિવેદન પર તેમના પ્રતિસ્પર્ધી ચંદનજી ઠાકોરે કહ્યું કે, ગુજરાતના બાકીના સંસાદ ટકાવારી લે છે એવુ તેમનુ કહેવુ છે. પણ આવુ નિવેદન આપીને ભાજપના બીજા સાંસદો ટકાવારી લે છે તે સાબિત થાય છે. ભરતસિંહ પાટણના કેટલાય ગામમાં 5 વર્ષથી ગયા છે. જે ગામ તેમણે દત્તક લીધા છે તેમાં પણ તેઓ ગયા નથી, અને ત્યા વિકાસ નથી. પાંચ વર્ષમાં જે કામ કરવાના હતા તે કર્યા નથી. હાલ જનતા તેમને નકારી રહી છે. ભ્રષ્ટાચારની વાતો ભાજપ કરે તે શોભતુ નથી. સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર કેટલો વધ્યો છે તે બધા જાણે છે. ભાજપ પ્રલોભન આપીને વહેવાર કરે છે તે બધા જુએ છે. કોંગ્રેસના શાસનમાં અને ભાજપના શાસનમાં જે તફાવત છે તે સ્પષ્ટ દેખથાય છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે. ગુજરાતના અનેક વિભાગ ભ્રસ્ટાચારથી ખરડાયેલા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, છતાં પાટણમાં કોઈ સુવિધા નથી આવી. ભાજપન છબી સાફસુધીર છે તે દુનિયા જાણે છે. પાટણના અનેક પ્રશ્નો રુંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે