ચેતન પટેલ/સુરત :સુરતના ઉધના વિસ્તારમાં પોલીસના બાતમીદારની ચપ્પુના ત્રણથી ચાર ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટનામાં દક્ષિણ આફ્રિકા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની સત્ય હીકકત છુપાવવા ગુજરાત સરકારે નવા રંગરૂપ સાથેની પ્રેસનોટ જાહેર કરી


સુરતના ઉધના સ્થિત પટેલ નગર વિસ્તારમાં શુક્રવારના રોજ વહેલી સવારે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પટેલ નગર નજીક શિવનગરમાં રહેતો અને રીક્ષા ચલાવતો તેમજ વિજીલન્સ અને ઉધના પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો 22 વર્ષીય વિશાલ ઉર્ફે બાબુ ગણપતભાઈ પવાર ગુરુવારે રાત્રે 1 વાગ્યે પટેલનગર શૌચાલય સામે કમ્પાઉન્ડમાં રીક્ષામાં સૂઈ ગયો હતો. જોકે, રાત્રિ દરમિયાન કોઈકે તેની ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પુના ત્રણથી ચાર ઘા મારી મોતને ઘાત ઉતારી દેવાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તરફડીયા મારતો વિશાલ રીક્ષાની બહાર આવ્યો હતો અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનની બહાર તેણે દમ તોડી દીધો હતો.


ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા


મળસ્કે પાંચ વાગ્યે તેની લાશ જોઈ કોઈકે પોલીસને જાણ કરતા ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિશાલની હત્યા માથાભારે છાપ ધરાવતા લબરમૂછીયાઓ મોહંમદ સમીર, રોહિત અને અન્ય એક ઇસમે કરી હોવાની હકીકત પોલીસની તપાસમાં બહાર આવી હતી. બાતમીના આધારે તપાસ બાદ સાત આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમાં ખુલાસો થયો હતો કે, પટેલ નગરમાં રહેતા સલીમ અલી પટેલ અને તેના બે દીકરા એક માસ અગાઉ મારામારીના ગુનામાં જેલમાં ગયા હતા. મૃતક વિશાલ તેમની સાથે જ ફરતો હતો. પરંતુ બાદમાં તે સલીમની સામેની પાર્ટી સાથે ફરવા માંડતા તેણે ગદ્દારી કરી છે તેમ કહી સલીમ પટેલના દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્ર મોહસીને
વિશાલની હત્યાની સોપારી કતારગામ વિસ્તારમાં રહેતા અને અગાઉ હત્યા, હત્યાના પ્રયાસના ગુનામાં અટકાયત કરાયેલા તેમજ ઘણા સમયથી સલીમને ત્યાં પડયા પાથર્યા રહેતા 17 વર્ષીય તરુણને આપી હતી. જ્યાં બાદમાં બધા મિત્રોએ સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. તમામે પહેલા વિશાલને ગળે ટૂંપો આપ્યો હતો અને ત્યાર બાદ તેને બે રેમ્બો છરા, ત્રિશૂલથી જીવલેણ ઇજા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉધના પોલીસે દક્ષિણ આફ્રિકાના મોહસીનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના


આરોપીના નામ


  • સમીર બશીર પાસા ઉર્ફે મન્યા

  • અમીરખાન ઉર્ફે કલ્લુભ અલાઉદ્દીન પઠાણ 

  • અબ્દુલ હમીદ અમાનુલ્લા 

  • મૌસીન પટેલ

  • અન્ય ત્રણ સગીર આરોપીઓ..


આ વિશે સુરત પોલીસના એસીપી એ.પી. પરમારે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા હત્યા કરાવનાર મૌસીન સુરત રહેતી માતાના વોટ્સએપ મોબાઈલ પર કોલ કર્યો હતો. જ્યાં આરોપીને વોટ્સએપ કોલ દ્વારા જ સોપારી આપવા વાત કરતા હત્યાનો આ પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો. જોકે ઉધના પોલીસ દ્વારા હાલ આરોપી મૌસીન સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર