સુરત: ધાબા પરથી આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો, ખુલ્યું હત્યાનું રહસ્ય
વરાછા પોલીસે (Varachha Police) મળેલી બાતમીના આધારે સરથાણા (Sarthana) યોગીચોક સીમાડા નહેર શાકભાજી માર્કેટ ખાતેથી 50 વર્ષીય ઇશ્વરભાઇ વેલજીભાઇ દેવીપૂજકને ઝડપી લીધા હતા. પોલીસ (police) ની પુછપરછમાં જાણવા મળ્યું હતું.
ચેતન પટેલ, સુરત: ગત ૩૧ મેં ના રોજ વરાછા કમલપાર્ક સોસાયટી (Kamal Park Society) સ્થિત ટોરેન્ટ પાવર (Torent Power) ના ટ્રાન્સફોર્મરના ધાબા પરથી આધેડની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં તપાસ કરી રહેલી વરાછા પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 31 મે ની મધરાતે વરાછા પોલીસ (Varachha Police) ને વરાછા કમલપાર્ક સોસાયટી (Kamal Park Society) બંસી કાકાના ડેલામાં ખાતા નં.154 ની સામે ટોરન્ટ પાવર (Torent Power) ના ટ્રાન્સફોર્મરના ધાબા પરથી મૂળ અમરેલી (Amreli) ના વતની અને સુરત (Surat) માં રખડતું જીવન ગુજારતા 50 વર્ષીય નયનભાઇ ઉર્ફે નવીનભાઇ બચુભાઇ જોષીની લાશ મળી હતી.
Viral Video: સુરતની મહિલા હોમગાર્ડને વર્દીમાં વિડીયો બનાવવો ભારે પડ્યો
તપાસમાં જાણવા મળ્યું હતું કે બ્લ્યુ જેવા કલરના શર્ટ પહેરેલા અજાણ્યાએ પહેલા નયનભાઈને ટુવાલ વડે ગળેટૂંપો આપી બાદમાં માથાના તથા ચહેરાના ભાગે લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા પહોચાડી હત્યા (Murder) કરી હતી અને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વરાછા પોલીસે (Police) અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન, વરાછા પોલીસે (Varachha Police) મળેલી બાતમીના આધારે સરથાણા (Sarthana) યોગીચોક સીમાડા નહેર શાકભાજી માર્કેટ ખાતેથી 50 વર્ષીય ઇશ્વરભાઇ વેલજીભાઇ દેવીપૂજકને ઝડપી લીધા હતા. પોલીસ (police) ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી સુરત (Surat) માં રહેતા અને કડીયાકામ કરતા ઈશ્વરભાઈ અને મૃતક નયનભાઈ સાથે જ રહેતા હતા. બનાવની રાત્રે બંને વચ્ચે જમવાના બાબતે ઝઘડો થતા ઈશ્વરભાઈ (Ishawarbhai) એ ઉશ્કેરાટમાં નયનભાઈ પર હુમલો કર્યો હતો.
જો તમે પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો
જોકે, ત્યારબાદ નયનભાઈ (Nayanbhai) મારશે એ બીકે ભાગી ગયેલા ઈશ્વરભાઈને બાદમાં હત્યા (Murder) ની જાણ થઈ હતી. આથી તે કામ પર જતા નહોતા અને વરાછા-કાપોદ્રા (Varachha-Kapodra) વિસ્તારમાં જ્યાં સલામત સ્થાન લાગે ત્યાં છુપાઈને રહેતા હતા. જો કે આખરે પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube