જો તમે પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો

રાજકોટ સાયબર સેલમાં બે વર્ષ પહેલા ફોરેક્ષ ટ્રેડિંગ (Forex Trading) માં રોજનાં 20 થી 30 લાખ રૂપિયા કમાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરીયાદ નોંધાઇ હતી

જો તમે પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો

ગૌરવ દવે/રાજકોટ : જો તમે રૂપિયા (Money) નું રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રાજકોટ પોલીસે એવા બે શખ્સોને દબોચી લીધા છે જે રોકાણકારોને ડબલ રૂપિયા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી (Froud)  આચરતા હતા. ફોરેક્સ ટ્રેડિંગ (Forex Trading) માં રોકાણ કરાવીને રોજનાં 20 થી 30 હજાર કમાવાની લાલચ આપનાર શખ્સો મુંબઇમાં હોવાની રાજકોટ સાયબર સેલને માહિતી મળી હતી. જેને આધારે સુરતનાં બે શખ્સોને દબોચી લઇ તપાસ શરૂ કરી છે.

જયેશ હિંમતલાલ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિકી પ્રકાશ મહેતા જેઓ સુરતનાં મોરાભગલ વિસ્તારમાં આવેલા વૈષ્ણવદેવી સ્કાયમાં રહે છે. અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાનું કામ કરે છે. જોકે હવે આ શખ્સો છેતરપિંડીનાં ગુનામાં પોલીસ ગીરફ્તમાં આવી ગયા છે. જેના પર 68 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે.

સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ સાયબર સેલમાં બે વર્ષ પહેલા ફોરેક્ષ ટ્રેડિંગ (Forex Trading) માં રોજનાં 20 થી 30 લાખ રૂપિયા કમાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આ કેસમાં ફરાર શખ્સો મુંબઇમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મુંબઇ (Mumbai) થી દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ રાજકોટ (Rajkot) સહિત રાજ્યનાં અલગ અલગ શહેરોનાં 19 લોકો સાથે 68 લાખ કરતા વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

કેવી રીતે આચરતા છેતરપિંડી ?
પોલીસનાં કહેવા મુજબ, શેરબજાર (Share Bazar) માં રોકાણ કરીને રૂપિયા કમાવવાની અચ્છા ધરાવતા લોકોને ફોરેક્ષ ટ્રેડીંગ (Forex Trading) માં રોકાણ કરાવીને દરરોજ 20 થી 30 હજાર કમાવવાની લાલચ આપતા હતા. મોબાઇલનો ડેટા મેળવીને ટેક્ષ મેસેજ કરીને રોકાણકારોને પોતાની તરફ આકર્ષતા હતા. 

આરોપીઓ પ્રથમ તબક્કે મેટા ટ્રેડર્સ - 5 એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 1 લાખ રૂપિયાનું રોકાણ કરાવતા હતા. જેનું વળતર આપીને રોકાણકારોને વિશ્વાસમાં લેતા હતા. બાકીનાં રૂપિયા આંગણીયા મારફતે તબક્કાવાર મેળવી લઇને ફોન સ્વિચ ઓફ કરીને  જવાબ આપવાનું બંધ કરી દેતા હતા. 

આરોપીઓએ ખોટી પેઢી બનાવીને કરંટ ખાતા ખોલાવ્યા હતા. જેમાં જીલું ટ્રેડિંગ કંપનીમાં ICICI બેન્કમાં ખોલાવેલા ખાતામાં 64 લાખ 89 હજાર 704 તેમજ ફુરસો ડે ટ્રેડિંગનાં નામે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખોલાવેલા ખાતામાં 49 લાખ 44 હજાર 912 રકમનો 19 લોકો સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના અંગે સાયબર ક્રાઇમ અમદાવાદ, (Cyber Crime Ahmedabad) સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) ખાતે પણ ગુનો નોંધાયેલ છે. જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

19 શખ્સો સાથે 68 લાખની છેતરપિંડી
હાલ પોલીસે (Police) આ કેસમાં અગાઉ પણ આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે. જોકે સુરતનાં માસ્ટર માઇન્ડ શખ્સોને મુંબઇથી દબોચી લઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 19 શખ્સો સાથે 68 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ બન્ને શખ્સોને પોલીસે જેલનાં સળિયા ગણતા કરી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news