Murder Mystery : સુરતમાં 25 વર્ષ પહેલા થયેલી એક હત્યામાં હવે આરોપી પકડાયો છે. ડાબા હાથના કપાયેલા અંગુઠા પરથી હત્યારો પકડાયો છે. હત્યા કર્યાના 25 વર્ષે આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ કરાઈ છે. વર્ષ 1999 માં હાથી કાલિયાએ ભરથાણામાં લેતીદેતીમાં મિત્રની હત્યા કરી હતી. ભરથાણા ગામની સીમમાં એક ખેતરમાં 25 વર્ષ પહેલા લેતીદેતીમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી. તેણે અસ્ત્રા વડે ગળું કાપી નાખી હત્યા કરી હતી. આ હત્યાનો ગુનો ઉમરા પોલીસમાં દાખલ થયો હતો. આ હત્યામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા હત્યારાને ક્રાઇમબ્રાંચે આંધપ્રદેશમાંથી દબોચી લીધો છે. હત્યારાનો ડાબા હાથનો અગુંઠો કપાઇ ગયો હતો. જેના પરથી હત્યારાને ક્રાઇમબ્રાંચે ઓળખ કરી ધરપકડની કાર્યવાહી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં વર્ષ 1999 ના વર્ષમાં ઉમરા પોલીસની હદમાં આવેલ ભરથાણા ગામની નહેરમાંથી કબી પુનિયાની ગળું કાપેલી હાલતમાં નહેરમાંથી લાશ મળી આવી હતી. જેનો ગુનો ઉમરા પોલીસ મથકમાં નોંધાયો હતો. આ ગુનામાં સુરત પોલીસે ધનિષ્ટ તપાસ હાથ ધરી આરોપી હાથી ઉર્ફે કાલીયા ઉદય જૈનાને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ આરોપી કાલીયા જૈનાએ તેના મિત્ર દુર્ગો ગૌડ સાથે મળીને રૂપિયાની લેતીદેતીના ઝધડામાં મિત્ર કબી પુનિયાની હત્યા કરી હતી. ભરથાણા ગામની સીમમાં એક ખેતરોમાં લઈ જઈ કબી પુનિયાનું અસ્ત્રા વડે ગળું કાપ્યુ હતું. તેના બાદ તેની લાશને નહેરમાં ફેંકી દઈ વતન ઓરિસ્સા નાસી ગયો હતો. 


કેનેડામાં થયેલા લવ મેરેજથી મહેસાણામાં થઈ મોટી બબાલ, યુવતીએ વીડિયોમાં કરી વિનંતી


સાંબેલાધાર વરસાદથી વેરાવળમાં સ્થિતિ ખરાબ : ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થળાંતર શરૂ કરાયું


આ બાદ કાલીયા આંધ્રપ્રદેશ જઇને કડિયા કામ કરતો હતો. તે હવે પકડાયો છે. ક્રાઇમબ્રાન્ચે  સોંપેલા આરોપી કાલીયા જૈનાનો કબજો ઉમરા પોલીસે લઈ વધુ તપાસ હાથધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો તેમને જે માહિતી મળી હતી કે ઉમરા વિસ્તારમાં થયેલી 25 વર્ષ પહેલા હત્યાનો આરોપી આ કાળીયા નામનો વ્યક્તિ છે, જ્યારે આ વ્યક્તિને અટકાયત કરી ત્યારે આટલા વર્ષ જૂનો આરોપી છે તેની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવી ત્યારે એક વાત સામે આવી હતી કે કે આરોપી જ્યારે હત્યા કરી હતી ત્યારે તેના નવા હાથનો એક અંગૂઠો કપાયેલો હતો તે માહિતી જોતા આરોપીને હાથ ચેક કરતા તેના નવા હાથનો અંગૂઠો પણ કપાયેલો હતો અને અંગૂઠાના કારણે આખરે આરોપી પોલીસની પકડમાં આવી ચૂક્યો અને ઉમરા પોલીસને સોંપી વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે.


ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે


અમદાવાદની 2000 થી વધુ હોસ્પિટલો માટે રાહતના સમાચાર : માથાનો દુખાવો બનેલ સી ફોર્મ રદ