ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે

Gujarat Weather Forecast : ગુજરાતના 3 જિલ્લા માટે આજે વરસાદનું રેડ અલર્ટ...અમરેલી, ભાવનગર, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી..તો જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી...

ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે

Ambalal Patel Monsoon Prediction : આજનો દિવસ ગુજરાતના લોકો માટે ભારે છે. છેલ્લા 24 કલાકથી વરસાદે રૌદ્ર રૂપ બતાવ્યું છે. પરંતુ હવે બુધવાર ઘાતક સાબિત થવાનો છે. આજે ગુજરાતમાં ઘાતક વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 3 જિલ્લામાં રેડ અલર્ટ પર છે. અમરેલી, ભાવનગર, વલસાડમાં રેડ અલર્ટ છે. તો દમણ, દાદરા-નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. તો આજે ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારીમાં ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત આજે ગુજરાતના 9 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે. જેમાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદમાં યલો અલર્ટ છે.

પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

 

રાજ્યમાં આગામી 3 કલાક વરસાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં મધ્યમ વરસાદ રહેશે. તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા પણ મધ્યમ વરસાદ રહેશે. મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે આગાહી છે. જૂનાગઢ, જામનગર, પોરબંદર વરસાદ રહેશે. ગીર સોમનાથ, કચ્છમાં મધ્યમ વરસાદ રહી શકે છે. 

રાજ્યના 44 જળાશયો હાઈએલર્ટ પર
ગુજરાતમાં આ સીઝનમાં નોંધપાત્ર વરસાદ વરસવાના કારણે રાજ્યના 206 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં સિંચાઈ વિભાગ દ્વારા 43 જળાશયોને હાઈએલર્ટ પર, 18 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2023

 

રાજ્યભરમાં આજે દક્ષીણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ છે. અરવલ્લી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ છે. તો નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ અને બોટાદમાં આજે યેલો અલર્ટ છે. તેમજ આણંદ, સુરત વડોદરા, ભરૂચ, તાપી અને ડાંગમાં આજે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news