સુરતઃ સુરતના સચિન વિસ્તારમાં ખુનના ગુનામાં 19 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. માત્ર 500 રૂપિયા ની લેતીદેતીમાં આરોપીએ મિત્રની હત્યા કરી હતી. હત્યા કરી આરોપી તમિલનાડુના તિરૂપ્પુર જિલ્લામાં ભાગી ગયો હતો.પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના સચિન વિસ્તારમાં 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હતી. 2004 માં સચિન વિસ્તારમાં આવેલ ઉન તિરૂપતિ નગરમાં રહેતો આરોપી રમેશ કાશીનાથ મહાપાત્રએ મિત્ર વિશ્વનાથ પાસેથી ઉધાર લીધા હતા. આરોપી ઉધાર લીધેલા પૈસા આપતો ન હતો જેથી વિશ્વનાથએ આરોપીના ખિસ્સા માંથી 350 રૂપિયા કાઢી લીધા હતા. બને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપીએ જૂની અદાવત રાખી તારીખ 1-11-2004 રોજ તેના બે મિત્ર વિપુલ અને વિપ્રત સાથે મળી વિશ્વનાથના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.


આ પણ વાંચોઃ 4 વર્ષની દીકરી માટે માતાનો સંઘર્ષ, આ કારણે પોતાનો પરિવાર અને શહેર છોડી દીધું


આરોપી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના જી.તિરૂપ્પુરમાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામ કરતો હતો. જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ માણસોની ટીમ તમિલનાડુ ખાતે રવાના થઇ હતી.આરોપી રમેશ કાશીનાથ મહાપાત્રને ઝડપી લીધો હતો.


આરોપી મૂળ દીગાપાડા, થાના ખલીકોટ, જી.ગંજામ  ઓડિશા રહેવાસી છે. સુરતના સચિન વિસ્તારમાં લુમ્સ ખાતા કામ કરતો હતો. સચિનમાં જ રહેતા મિત્રની 500 રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરી છેલ્લા 19 વર્ષથી પોલીસ પકડતી દૂર હતો. આખરે પોલીસે બાતમીના આધારે આરોપીને તમિલનાડુ ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube