સુરત:  જો તમે સોનાના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે આ માર્ગદર્શિકા ખાસ જાણવી જોઈએ. જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના ના દાગીના ખરીદતી વખતે ત્રણ પ્રકારના ભાવોની ચકાસણી કરો

-સોનાનો ભાવ (કેરેટ પ્રમાણે)
-જડતર માં વપરાતા સ્ટોન, માણેક, કુંદન વગેરેનો ભાવ
-ઘડામણનો ભાવ

    આ ત્રણે પ્રકારના ભાવની યોગ્ય ચકાસણી કરો.


-  જયારે ઘરેણા ખરીદો છો ત્યારે સોનાનો જે ભાવ આપો છે, એ કેટલા કેરેટ પ્રમાણેનો છે એ ચકાસી એનું સર્ટિફિકેટ મેળવો. જયારે તમે દાગીના પરત આપશો ત્યારે સોનાના યોગ્ય કેરેટ પ્રમાણે જ ભાવ મળશે.


- રર કેરેટનો ભાવ ચુકવીને ૧૮ કેરેટ તો નથી ખરીદી રહયાને?


- સ્ટાનડર્ડ ભાવ પ્રમાણે ઘરેણા ખરીદવા ખૂબ જરૂરી છે. લોભામણી સ્કીમો કે જેમા ઘડામણ ફ્રી વગેરે થી ભરમાશો નહીં. છુપા ચાર્જીસ તથા સોનાના યોગ્ય કેરેટની ચકાસણી ખૂબ જરૂરી છે.


- ૨૪ કેરેટ સોનાના ભાવ ની પડતર કિંમત એક સરખી જ હોઈ છે તો પછી રર કેરેટના સોના ના ભાવ, દુકાને દુકાને અલગ કેમ છે? આ વસ્તુ ની ચકાસણી અત્યંત જરૂરી છે.


- જયારે આપ રર કે ૧૮ કેરેટ ના દાગીના ખરીદો છો, ત્યારે સોના ના મુલ્ય ઉપરાંત સ્ટોન, જડતર નું વજન પુરેપૂરું બાદ મળે છે?


- સોના ના ભાવમાં ડિસ્કાઉન્ટ હોતું નથી, ઓછા ભાવે સોનું આપનારા જવેલર્સ અન્ય પ્રકારે તમારી પાસે વધારે ચાર્જ વસૂલ કરી લે છે.


- સોના ના ઓછા ભાવ નો દાવો કરતા જવેલર્સને ત્યાં ૧૦ ગ્રામ દાગીનાનો ઘડામણ ખર્ચ અને અન્ય ચાર્જની સરખામણી પ્રતિષ્ઠિત જવેલર્સ સાથે કરવી જરૂરી છે.


- ઓછા ભાવે સોનું વેચતા જવેલર્સ, આપનું પરત આપેલ સોનું પણ ઓછા ભાવથી જ ખરીદશે.


- સોનાના દાગીના ખરીદતા પહેલા તમારા જવેલર્સ પાસેથી બાંહેધરી લો, પરત વેચાણ કે એકસચેન્જ કરતી વખતે કયા ભાવે ખરીદશો?


- તમારા જવેલર્સ ને પૂછો – ૨૨ કેરેટનો જે ભાવ ઓફર થઈ રહ્યો છે એ ભાવે ગણતરી કરી ૨૪ કેરેટ નો જે ભાવ થાય એ ભાવ થી જ સોનું આપશો?
  બીજો સવાલ – રર કેરેટ નો જે ભાવ ઘરેણા માટે ઓફર કરો છો, એ ભાવે ફક્ત રર કેરેટ સોનું આપશો?


- સોના ના ઘરેણા ત્યાંથી જ ખરીદો જયાં સ્ટાન્ડર્ડ ભાવની નિતિ ચાલતી હોય.


Disclaimer- (This article is part of IndiaDotCom Pvt Lt’s sponsored feature, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)