Surat News ચેતન પટેલ/સુરત : સુરતના કતારગામ વિસ્તારની ઘટના હચમચાવી દે તેવી છે. વ્યાજખોરોના રૂપિયા નહિ ચુકવાતા પતિએ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 40 હજાર રૂપિયા લેણદારોને પરત આપવાને બદલે પતિએ પત્નીને લેણદારોને હવાલે કરી હતી. જેના બાદ લેણદારે પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યુ હતું. પતિથી છૂટા થયા બાદ પત્નીએ પતિ અને લેણદાર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી હતી. નાયબ પોલીસ કમિશ્નર દ્વારા લેણદારની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજખોર રમેશ શિંગાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કતારગામ ખાતે રહેતાં યુવકે ઉછીના લીધેલાં ૪૦ હજાર પરત નહીં કરવા પડે તે માટે પોતાની પત્નીને લેણદારને હવાલે કરી હતી. ત્રણ વર્ષ સુધી લેણદાર દ્વારા બળાત્કાર કર્યા બાદ પરણીતા પતિથી છૂટી થઈ ગઈ હતી. પતિ સાથે છુટા થયાનાં ત્રણ વર્ષ બાદ પરણીતાએ પૂર્વ પતિ અને લેણદાર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતાં ના.પો.મિ. દ્વારા લેણદારની ધરપકડ કરવામાં આવી છે. 


તલાટી પરીક્ષાના ઉમેદવારો ફટાફટ આ સમાચાર વાંચી લેજો, ટ્રેન સુવિધાને લઈને આવ્યા અપડેટ


સાલમાં ૨મેશ શિંગાળા પાસે રૂ. ૪૦ હજાર ઉછીના લીધા હતાં. જે૨કમ પરત થઈ શકે એમ ન હોવાથી પોતાની પત્નીને લેણદાર ૨મેશનાં હવાલે કરી હતી. જેથી, રમેશે ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી યુવકની પત્નીને ભોગવી હતી. આ બાબતે યુવક તેની પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. રમેશને તાબે રહેવા માટે તે પત્નીને ધમકી પણ આપતો હતો. અંતે કંટાળી ૨૦૨૦ માં પતિથી છૂટા થયા બાદનાં ત્રણ વર્ષ બાદ પત્ની દ્વારા ગત તા. ૨૯/૩/ ૨૩ નાં રોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. પૂર્વ પતિ અને ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજારનારા લેણદાર રમેશ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૬, ૩૭૬ (૨)(એન), ૩૨૩, ૪૯૮ (ક), ૫૦૬, ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલાં એસટીએસસી સેલનાં ના.પો.મિ. એમ.ડી ઉપાધ્યાય દ્વારા ગતરોજ રમેશ ઉર્ફે છગન કરમશી શિંગાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા