Accident : યુવકને ટ્રક પાછળ દોરડું બાંધી ખેંચ્યો, કારચાલકે આડે આવીને બચાવ્યો જીવ
Surat Accident : વ્યક્તિને ઢસડીને અકસ્માત કરવાનો સિલસિલો બની ગયો છે, સુરતમાં થયેલો આ અકસ્માત જોઈને તમને પણ ગુસ્સો આવશે
Surat Accident : છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં અકસ્માતમાં વ્યક્તિને ઢસડવામાં આવી હોય. દિલ્હીનો કિસ્સો તાજો છે. આવામાં સુરતમાં પણ આવો અજીબોગરીબ અકસ્માત બન્યો છે. સુરતમાં એક વ્યક્તિને ટ્રકની પાછળ દોરડા સાથે બાંધીને ઢસડવામાં આવ્યો હતો. ત્યારે હેમખેમ યુવકે દોરડુ કાપીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે કે આખરે કોણે અને કેમ આવુ કૃત્ય કર્યું. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના હજીરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિ દોરડાથી ટ્રક સાથે બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ટ્રક સાથે બંધાયેલું દોરડું લગભગ અડધો કિલોમીટર લાંબુ હતુ. જેની પાછળ યુવક ધસડાઈ રહ્યો હતો. ત્યારે એક કારચાલકે યુવકનો જીવ બચાવ્યો હતો. કારચાલકની નજર આ યુવક પર પડતા તેણે દોરડા પર કારનુ ટાયર મૂકી દીધું હતું. આમ, દોરડું કપાયુ હતું અને ટ્રકથી યુવક છૂટો પડ્યો હતો.
આ પણ વાંચો :
આજે ખરો ખેલ : GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી જંગ
ગુજરાતની 8 નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે
આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. આખરે આ યુવક કોણ છે અને કેવી રીતે તેને આ રીતે બાંધવામાં આવ્યો તે હજી જાણી શકાયુ નથી. આ યુવક કોણ છે તે માહિતી પોલીસ પૂછપરછ બાદ જ સામે આવશે. પરંતું આખરે એવુ તો શુ થયું કે યુવકને આવી નિર્દયી રીતે ટ્રક સાથે બાંધવામા આવ્યો.
અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કારચાલકે યુવકનો બચાવ્યો ન હોત તો તેનો જીવ પણ ગયો હોત.
આ પણ વાંચો : કોલ્ડવેવમાં સૌથી પહેલા કરો આ કામ, આ જરૂરી ટિપ્સ તમને કાતિલ ઠંડીથી બચાવશે