તેજશ મોદી/ સુરત: પીએનબી કૌભાંડ મામલે નીરવ મોદીની 147.72 કરોડ રૂપિયાની સંપતિ ઈડીએ ટાંચમાં લીધી છે. મુંબઈ તથા સુરતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શહેરોમાંથી કુલ મળીને  જે પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે, તેમાં 8 કાર, એક પ્લાન્ટ, મશીનરી, જવેલરી, પેટિંગ અને અચલ સંપતિનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ મોદી 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી છે.  ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ કોર્ટમાં નીરવની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ઈડી ઈચ્છે છે કે, નીરવને આર્થિક ભાગેડું અપરાધ કાયદા-2018 અંતર્ગત ભાગેડું જાહેર કરવામાં આવે. ઈડીની અરજી પર પીએમએલએ કોર્ટે નીરવ પાસે જવાબ માંગ્યો હતો.


[[{"fid":"204576","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NIrav-Modi-2nd.jpg","field_file_image_title_text[und][0][value]":"NIrav-Modi-2nd.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NIrav-Modi-2nd.jpg","field_file_image_title_text[und][0][value]":"NIrav-Modi-2nd.jpg"}},"link_text":false,"attributes":{"alt":"NIrav-Modi-2nd.jpg","title":"NIrav-Modi-2nd.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યના વાતાવરણમાં પલટો: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, તાતના પાકને નુકસાન


અગાઉ નીરવ અને તેના પરિવારજનોની 637 કરોડની પ્રોપર્ટી એટેચ થઈ હતી. જ્યારે આજે અટેચ કરવામાં આવેલી સંપત્તિઓમાં મોધી દાટ કરો, મશીનરી, જ્વેલરીની સાથે ફાઇસ્ટાર ઇન્ટરનેશન પ્રાઇવેટ લિમીટેડ તથા ફાઇસ્ટાર ડાયમંડ પ્રાઇવેટ લિમીટેડ, રાધેશ્રી જ્વેલરી કંપની તથા રાયથમ પ્રાઈવેટ લિમીટેડ પણ જપ્ત કરવામાં આવ્યું છે.