રાજ્યના વાતાવરણમાં પલટો: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, તાતના પાકને નુકસાન

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા, વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થતા ખૂડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરમાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઇ હતી. 

રાજ્યના વાતાવરણમાં પલટો: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, તાતના પાકને નુકસાન

અમદાવાદ: રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા, વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થતા ખૂડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરમાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઇ હતી. 

ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, અને મહેસાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ વરસવાને કારણે જગતના તાતને ભારે નુકશાન થયું છે. મોટી સંખ્યામાં જીરુ, તથા ઇસબગુલના પાકને નુકશાન થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ગઢડાકંપા,ટિંટિસર,સરડોઇ,લાલપુર વિસ્તારમાં પાકને નુકશાન થયું છે.

Varsad.jpg

સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ કચ્છમાં મળ્યું પાકિસ્તાની ડ્રોન, ગુજરાતની સરહદો પર એલર્ટ

વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવવાને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ થયું હતું. કમોસમી વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દિયોદર પંથકમાં કમોસમી વરસાદને કારણે વાવઝોડા સાથે વરસાદ પડવાને કારણે જીરા,ઇસબગુલ ,રાયડાના મોટુ નુકશાન થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news