ચેતન પટેલ/ સુરત: ઓમક્રોનના ખતરા વચ્ચે શહેરમાં બીજો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. દુબઈ ફરીને સુરત આવેલી 29 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે તેના જીનોમ સિકવન્સિંગની તપાસ માટે પુના લેબમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી રિપોર્ટ ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટીવ આવ્યો છે. મહિલાની તબિયત હાલ સ્થિર છે અને હરી ફરી શકે છે. પરંતુ પાલિકાએ સાવચેતીના ભાગરૂપે તેમને ખાનગી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. બીજી બાજુ જાણવા મળ્યું છે કે આ મહિલાના સંપર્કમાં આવેલી 78 વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તે તમામના રિપોર્ટ નેગિટિવ આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે સુરતના વીઆઈપી રોડ પર રહેલી ફેશન ડિઝાઈનર 39 વર્ષીય મહિલા 2જી ડિસેમ્બરે 18 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી સાથે સુરતથી દુબઈ ગયા હતા. અને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. પાંચમીએ તેઓ એર ઈન્ડિયાની પ્લાઈટમાં સુરત પાછા ફર્યા હતા. ત્યારબાદ તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. 8મીએ અચાનક શરદી, ખાંસીની તકલીફ થઈ હતી, જેના કારણે તેમણે ડોક્ટરને મળી પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ ફરી 13મીના રોડ સુરત શારજાહાં ફ્લાઈટમાં જવા માટે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. 


પાકિસ્તાનની "અલ હુસેની" બોટમાંથી ગુજરાતમાં ઘૂસાડાતું હતું કરોડોનું ડ્રગ્સ, 6ની ધરપકડ


અહીં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક તંત્રએ સુરત એરપોર્ટ પર જ અટકાવી હોમ આઈસોલેશનમાં રાખ્યા હતા. અને સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યું હતું. જે રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચ્યો હતો. તેમનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમને સામાન્ય લક્ષણો છે.


આ મહિલાએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. સૌથી સારી વાત એ છે કે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જે નેગેટિવ આવ્યા છે અને તેમના પુત્ર-પુત્રીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં તેની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. 


શું ગુજરાતમાં ફરીથી સ્કૂલો બંધ કરાશે? તાત્કાલિક પરિપત્ર જાહેર, શિક્ષણમંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન


અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં વધતા કોરોનાના કેસ અનેકોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી પછી ત્રીજી લહેરના ભણકારા વાહી રહ્યા છે, ડોક્ટરો જણાવી રહ્યા છે કે આગામી 15 દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે. કોરોનાનો નવો ઓમિક્રોન ભલે માઈલ્ડ લક્ષણોવાળો છે પરંતુ તે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઉંમરલાયક અને અન્ય ગંભીર બીમારીથી પીડાતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube