Pakistan માટે જાસૂસી કરનાર દિપક સાળુંકેની પુછપરછમાં મોટો ખુલાસો, રાજસ્થાની યુવતીની થઈ એન્ટ્રી
Surat ISI Connection News : Pakistan માટે જાસૂસી કરનાર દિપક સાળુંક કેસમાં રાજસ્થાની યુવતીની પૂછપરછ કરાઈ, જેમાં તેણે પાકિસ્તાન જાસૂસના અનેક રાઝ ખોલ્યા
Surat ISI Connection News ચેતન પટેલ/સુરત : ગુજરાતના તાર ફરી એકવાર પાકિસ્તાન સાથે જોડાયા છે. સુરતના ISI એજન્ટ દીપક સાળુંકે કેસમાં હવે પોલીસને નવા નવા ક્લુ મળી રહ્યાં છે. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દીપક સાળુંકેને નાણાં મોકલનાર રાજસ્થાની નીર વ્હાબ નામની યુવતીની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં હવાલાથી નાણાં ટ્રાન્સફર કરી કમિશન લીધાની યુવતીએ કબૂલાત કરી. સાથે જ યુવતીના એકાઉન્ટથી અન્ય બે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતાને પૈસા મોકલાયા હતા.
ISI ના ઇશારે દીપક સાળુંકેને 6 વખત નાણાં મોકલનાર નૂર વહાબ નામની યુવતીની પૂછપરછ કરાઈ છે. જેમાં હવાલાથી નાણાં ટ્રાન્સફર કરી કમિશન લીધાની યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આ યુવતી રાજસ્થાનની નીર વ્હાબ છે. યુવતીના એકાઉન્ટથી દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં બીજા બે લોકોને પણ નાણાં ટ્રાન્સફર થયા હતા.
આ પણ વાંચો :
ગુજરાતની ચૂંટણીમાં ભાજપી નેતાઓએ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી, હવે ખુલી પોલ
વાહ રે સરકાર! જળાશય બન્યું પણ કેનાલ કાગળમાં જ રહી ગઈ, 15 ગામના ખેડૂતોને પાણીનાં વલખા
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી મામલે આવ્યા મોટા સમાચાર, આ લોકો નહીં આપી શકે પરીક્ષા
સુરત પોલીસે સમન્સ આપીને યુવતીને પૂછપરછ માટે બોલાવી હતી. જેમાં નૂરે પોલીસ સમક્ષ કબૂલાતમાં અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું કે, તે દીપકની જેમ ફેસબુક ઉપર હવાલા હુંડી ગ્રૂપમાં હતી. તે સાથે ફેસબુક ઉપર પેજ ડેવલોપર તરીકે પણ કામ કરતી હતી. પાકિસ્તાનના ગ્રાહકોને પણ તે પેજ બનાવી આપતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે આર્થિક લેવડ-દેવડ પ્રતિબંધિત હોઇ હવાલા કનેક્શન કામ કરતું હતું. પાકિસ્તાનમાં પોતે નાણાં ચૂકવવા હોઇ કે પાકિસ્તાનથી નાણાં લેવા હોય તે સંજોગોમાં ઉસ્માન નામના શખ્સની સર્વિસ લેવાતી હતી. પાકિસ્તાના હમીદના ઇશારે તેણે સુરતના દીપક સાળુંકે તથા આર્મીમેનને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. તે કયા કામના હતા, તેનાથી અજાણ હોવાનું જણાવતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આર્મીની ગુપ્ત માહિતી પહોંચાડી દેશ વિરોધી પ્રવૃતિ કરનાર ડિંડોલીના દીપક સાળુંકે ISIના એજન્ટ હમીદ સાથે છેલ્લા 6 મહિનામાં વોટસએપ કોલથી 500થી વધુ વાર વાત કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહિ દીપક ફેસબુક પર મેસેન્જરથી પણ વાત કરતો હતો. પોલીસ દીપકની છેલ્લા એક વર્ષની બે મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સ મંગાવી છે. જેમાં 6 મહિનાથી દીપક હમીદના સંપર્કમાં હોવાના પ્રબળ પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. હાલમાં દેશદ્રોહી દીપક સાળુંકે પોલીસ રિમાન્ડ પર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી